તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Navsari
  • Although No Death Has Been Reported In Corona In The Last 38 Days In Navsari District, A Positive Case Was Registered In The Cemetery And The Funeral Was Held.

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિરોધાભાસ:નવસારી જિલ્લામાં છેલ્લા 38 દિવસમાં કોરોનામાં એકપણ મૃત્યુ થયું ન હોવા છતાં સ્મશાનમાં પોઝિટિવ કેસ નોંધાવી અંતિમક્રિયા કરાઈ

નવસારી2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ગત 22 ઓક્ટોબરે કોરોનાના 1 દર્દીના મૃત્યુ સાથે કુલ મૃત્યુઆંક 101 થયો હતો, અગાઉ મૃત્યુદર 10% હતો

નવસારી જિલ્લામાં છેલ્લા 38દિવસમાં કોરોનાના પોઝિટિવ કેસ તો 119 વધ્યા છે પરંતુ આ સમય દરમિયાન એક પણ કોરોનાના દર્દીનું સરકારી ચોપડે મૃત્યુ નોંધાયું નથી. નવસારી જિલ્લામાં 22 ઓક્ટોબરથી આજે 29 નવેમ્બર સુધીના 38 દિવસ દરમિયાન કોરોના વાયરસના કુલ પોઝિટિવ કેસો સરકારી ચોપડે 119 નોંધાયા છે.જોકે આ સમયગાળા દરમિયાન જિલ્લામાં કોરોનાનો મૃત્યુઆંક થંભી ગયો છે.

21 ઓક્ટોબરે જિલ્લાનો કોરોનાનો કુલ મૃત્યુઆંક 100 હતો અને 22 ઓક્ટોબરે 1 મૃત્યુ નોંધાતા 101 થયો હતો. ત્યારપછી આજ દિન સુધી સરકારી ચોપડે એક પણ કોરોનાના દર્દીનું મૃત્યુ નોંધાયું નથી અને 29 નવેમ્બરે પણ કુલ મૃત્યુઆંક 101 જ રહ્યો છે. બીજા શબ્દોમાં કહીએ તો છેલ્લા 38 દિવસમાં જિલ્લામાં કોઈ કોરોનાના દર્દીનું મૃત્યુ થયું નથી યા સરકારી ચોપડે નોંધાયું નથી. જોકે મૃત્યુ બાદ કરાતી અંતિમક્રિયાની સ્થિતિ અલગ છે.

મળતી માહિતી મુજબ હિન્દુ સ્મશાનગૃહોમાં મૃત્યુ બાદ અંતિમક્રિયા માટે જાવ ત્યારે કોરોના પોઝિટિવ હોય તો જણાવવું પડે છે. આ મુજબ નવસારીના વિરાવળ સ્મશાનગૃહમાં જ આ 38 દિવસ દરમિયાન કેટલીક હોસ્પિટલમાંથી આવેલ કોરોના પોઝિટિવના 8 જેટલા મૃત્યુ નોંધી અંતિમક્રિયા કરાઇ છે.

101માં પણ 94 મૃત્યુ અન્ય કારણોથી થયાનું નોંધાયું
નવસારી જિલ્લામાં આમ તો અત્યાર સુધીમાં કોરોના દર્દીના કુલ 101 મૃત્યુ થયા છે અને સરકારી ચોપડે પણ નોંધાયા છે પરંતુ કોવિડના કારણોથી તો ખુબ જ ઓછા થયા છે. આ માટે બનાવેલ ‘ડેથ ઓડિટ પેનલ’એ કોવિડથી જ થયેલ મૃત્યુ તો 7 જ બતાવ્યા છે. બીજા શબ્દોમાં કહીએ તો 94 મૃત્યુ તો નોનકોવિડથી (દર્દી કોરોના પોઝિટિવ હોવા છતાં ડાયાબિટીસ, પ્રેશર, હાર્ટ ડિસીઝ જેવા અન્ય કારણોથી) થયાનું જણાવ્યું છે.

ગુજરાત સરકાર 7 મૃત્યુ બતાવે છે
ગુજરાત સકાર જિલ્લાવાર કોવિડથી થયેલા મૃત્યુનો આંક જાહેર કરે છે. જેના ઘણાં દિવસોથી નવસસારી જિલ્લાનો મૃત્યુઆંક 7 જ બતાવી રહી છે. સરકાર જિલ્લામાં માત્ર કોવિડના કારણથી જ થયેલ મૃત્યુઆંક દર્શાવી રહી છે અને નોનકોવિડના કારણથી થયેલા કોરોનાના દર્દીનું મૃત્યુ દર્શાવતી નથી એમ કહી શકાય.

2 મહિનામાં મૃત્યુદર 1 ટકા પણ નોંધાયો નથી
નવસારી જિલ્લામાં ઓગસ્ટ મહિના સુધીમાં પોઝિટિવ કેસોની સામે થયેલા કોરોનાના દર્દીઓ જોતા મૃત્યુદર 10 ટકાથી વધુ હતો. જોકે છેલ્લા બે મહિનાથી મૃત્યુદર ઘટતા હવે માત્ર 7 ટકા જ થઈ ગયો છે. જેમાં પણ ઓકટોબર-નવેમ્બરના બે મહિનાની વાત કરીએ તો નોંધાયેલા 246 પોઝિટિવ કેસ સામે સરકારી ચોપડે માત્ર 2 મૃત્યુ નોંધાયા હોય મૃત્યુદર 1 ટકાથી ય ઓછો છે એમ કહી શકાય !

હવે લક્ષણોવાળા એન્ટીજન નેગેટિવનો પણ આરટીપીસીઆર ટેસ્ટ નવસારીમાં શરૂ કરાયો
નવસારી જિલ્લામાં પણ જે કોરોનાના ટેસ્ટ કરવામાં આવે છે. તેમાં મહત્તમ એન્ટીજન રેપીડ ટેસ્ટ જ છે. જોકે આ ટેસ્ટની વિશ્વસનિયતા પ્રમાણમાં ઓછી છે અને આ ટેસ્ટમાં નેગેટિવ આવનાર પણ ‘પોઝિટિવ’ આવવાની શક્યતા રહે છે.

આ અંગેનો આંકડાકીય વિગત સહિતનો નવસારી જિલ્લાનો ઈન્વેસ્ટીગેશન રિપોર્ટ ‘દિવ્ય ભાસ્કર’માં 27 નવેમ્બરે પ્રસિદ્ધ થયો હતો. બાબતને ધ્યાને લઈ આરોગ્ય વિભાગે એક પરિપત્ર બહાર પાડ્યો છે. જેમાં એન્ટીજન ટેસ્ટમાં રિપોર્ટ નેગેટિવ હોય અને દર્દી સીમ્ટોમેટીક (ચિન્હો ધરાવનાર) હોય તેવા દર્દીના સેમ્પલ લઈ આરટીપીસીઆર પ્રકારના (વધુ વિશ્વસનિય ટેસ્ટ)ટેસ્ટ કરવા જણાવ્યું છે. આરોગ્ય વિભાગના આ દિશાસૂચનનું અમલીકરણ અહીંના જિલ્લામાં પણ કરી દેવાયું.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- જે કામ માટે તમે છેલ્લાં થોડા સમયથી કોશિશ કરી રહ્યા હતાં, તે કાર્ય માટે કોઇ યોગ્ય સંપર્ક મળી જશે. વાતચીતની મદદથી તમે કોઇ મામલાનું સમાધાન શોધી લેશો. કોઇ જરૂરિયાતમંદ મિત્રની મદદ કરવાથી તમને આત્...

વધુ વાંચો

Open Divya Bhaskar in...
  • Divya Bhaskar App
  • BrowserBrowser