ભગીરથ કાર્ય:પૂર્ણા પુનરુત્થાન અભિયાન સાથે રોટરી ક્લબ નદીના ઓવારા પર કાર્યરત રહી પૂજાપો એકઠો કર્યો

નવસારી22 દિવસ પહેલા
  • છેલ્લાં 7 વર્ષોથી પુજાપો ભેગો કર્યા બાદ જ પ્રતિમા વિસર્જન માટે જાય છે

આજે નવસારી જિલ્લામાં વિસર્જન કાર્ય શરૂ છે ત્યારે રોટરી ક્લબ ઓફ નવસારી દ્વારા પર્યાવરણ બચાવવા માટે એક વિશેષ મુહિમ ચલાવી છે. જેમાં વિસર્જન પહેલા પૂજાપો ઉઘરાવીને નદીઓને પ્રદૂષિત થતા અટકાવવા માટે ભગીરથ પ્રયાસ શરૂ કરવામાં આવ્યું છે.

આ વર્ષે 45 ટન પૂજાપો ભેગો થવાની સંભાવના
ગણેશ ઉત્સવમાં ભક્તો પ્રતિમા ઉપર ચડાવેલા ફૂલ પૂજાપાને અત્યાર સુધી પ્રતિમા સાથે સીધા જ નદીમાં પધરાવતા હતા. પરંતુ નવસારીની રોટરી સંસ્થા દ્વારા પૂર્ણા નદી પુનરોત્થાન અભિયાન દ્વારા નદીઓને પ્રદૂષિત થતી અટકાવવા માટે છેલ્લા 7 વર્ષથી નવસારી શહેરની નદીઓના 3 ઓવારા ઉપર રોટરી સંસ્થાના સ્વયંસેકો ઉભા રહીને ગણેશ મંડળ પાસે પૂજાપો ભેગો કરે છે અને ત્યારબાદ જ પ્રતિમા વિસર્જન માટે મોકલાય છે.

આ અભિયાન થકી નદીમાં પૂજાપો ઠલવાતો નથી અને તે પ્રદૂષિત થતા અટકે છે. ત્યારે આ વર્ષે પણ રોટરી સંસ્થા સહિત અન્ય સંસ્થાઓએ ભેગા થઈને ખડેપગે વિસર્જનમાં નકામો પૂજાપો ભેગો કરવાની કામગીરી આરંભી છે. ગયાં વર્ષે 35 ટન જેટલો પૂજાપો ભેગો થયો હતો અને આ વર્ષે 45 ટનથી વધૂ પૂજાપો ભેગો થવાની સંભાવના જોવામાં આવી રહી છે.આ પૂજાપો એગ્રીકલ્ચર યુનિવર્સિટી ખાતર બનાવીને વેસ્ટ માંથી બેસ્ટ બનાવે છે.

અન્ય સમાચારો પણ છે...