તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી:જિલ્લાની બે વાંસદા અને ખેરગામ તાલુકા પંચાયતની તમામ બેઠકો અનામત

નવસારી22 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • નવસારી, જલાલપોર, ગણદેવી અને ચીખલીથી અલગ ચિત્ર
 • અન્ય 4 તાલુકા પંચાયતમાં બિન અનામત બેઠક પણ છે

નવસારી જિલ્લામાં નવસારી, જલાલપોર, ગણદેવી અને ચીખલીથી અલગ ચિત્ર વાંસદા અને ખેરગામમાં જોવા મળ્યું છે આ બે તાલુકા પંચાયતો વાંસદા અને ખેરગામની તમામ બેઠકો અનામત છે. આ બન્નેના પ્રમુખ અનુસૂચિત અદિજાતિના છે. નવસારી જિલ્લામાં કુલ 6 તાલુકા પંચાયતો આવેલી છે, જેની ચૂંટણી જાહેર થઈ છે.

આ તમામ તાલુકા પંચાયતો માટે જે બેઠકો છે તેમાં અનામત અને બિન અનામતની જાહેરાત કરી દેવાઈ છે. કુલ 6 માંથી 4 તાલુકા પંચાયતો નવસારી, જલાલપોર, ગણદેવી અને ચીખલીમાં જે બેઠકો છે તેમાં બેઠકો અનામતની સાથે બિન અનામત સામાન્ય બેઠકો પણ છે. જોકે અન્ય 2 તાલુકા પંચાયત વાંસદા અને ખેરગામમાં આવુ નથી. વાંસદા તાલુકા પંચાયતની તમામ 28 અને ખેરગામ તાલુકા પંચાયતની તમામ 16 બેઠકો અનામત છે. વાંસદા તાલુકા પંચાયતની કુલ 28માંથી 25 બેઠકો તો અનુસૂચિત આદિજાતિ અનામત (સ્ત્રી સહિત) છે. જ્યારે અન્ય 3 બેઠકોમાં 2 બેઠકો સા.શૈ.પછાત વર્ગની અને 1 બેઠક અનુસૂચિત જાતિની છે. જેમાં સ્ત્રી બેઠક પણ છે.

​​​​​​​ખેરગામ તાલુકા પંચાયતની કુલ 16 બેઠકોમાં 14 બેઠકો તો અનુસૂચિત અદિજાતિની(સ્ત્રી સહિત) છે. જ્યારે એક એક બેઠક અનુસૂચિત જાતિ અને સા.શૈ.પછાત વર્ગની છે. જેમાં સ્ત્રી બેઠક પણ છે. અહીં ઉલ્લેખનીય છે કે ઉક્ત બન્ને તાલુકા પંચાયતોમાં પ્રમુખની બેઠક પણ અનામત છે. વાંસદામાં એસટી અને ખેરગામમાં એસટી મહિલા પ્રમુખ બનશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો