તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
નવસારી કૃષિ યુનિવર્સિટી સમગ્ર ગુજરાતમાં કૃષિ સંશોધન અને ખેડૂત ઉપયોગી સંશોધન કરવા માટે ખ્યાતનામ બની છે ત્યારે યુનિવર્સિટીમાં અભ્યાસ પૂર્ણ કરી હવે રાષ્ટ્રીય સ્તરે ખેતીમાં બદલાવ અને સરળતા લાવવા માટે વિદ્યાર્થીઓને પદવી આપવામાં આવનાર છે. 16મો વાર્ષિક પદવીદાન સમારોહ આવતીકાલે કૃષિ યુનિવર્સિટીના પટાંગણમાં યોજાવા જઇ રહ્યો છે. જેને લઇને તમામ તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે.
આ સમારોહમાં મુખ્ય મહેમાન તરીકે ગુજરાત રાજ્યના રાજ્યપાલ અને ગુજરાત રાજ્ય અને વિશ્વવિદ્યાલયના કુલપતિ શ્રી આચાર્ય દેવવ્રતજી હાજર રહેનાર છે. જેને લઇને તમામ તૈયારીઓ યુનિવર્સિટી દ્વારા પૂર્ણ કરવામાં આવી છે. સાથે જ ગુજરાત રાજ્યના કૃષિ ગ્રામીણ વિકાસ અને વાહન વ્યવહારના મંત્રી આર.સી. ફળદુ પણ આ કાર્યક્રમમાં અતિથી વિશેષ તરીકે ઉપસ્થિત રહેશે જેને લઇને કૃષિ યુનિવર્સિટીના ઉપ કુલપતિ ઝીણાભાઈ પટેલ દ્વારા કાર્યક્રમને લઇને માહિતી આપવામાં આવી હતી.
જિલ્લા પોલીસે રિહર્સલ કર્યું
હાઈવેથી એગ્રીકલ્ચર યુનિવર્સીટી સુધી જે માર્ગથી રાજ્યપાલ આવનાર છે. તે સમગ્ર માર્ગ પર જિલ્લા પોલીસ દ્વારા હાઇવેથી યુનિવર્સીટી સુધી ગ્રીન કોરિડોરનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પીએસઆઇ પીઆઇ અને ડીવાયએસપી કક્ષાના અધિકારીઓ હાજર રહ્યા હતા. પોલીસે રાજ્યપાલના કોનવોય ડમી ઉભો કરી સમગ્ર માર્ગ પર ગ્રીન કોરિડોર બનાવી હેલિપેડ સુધી રિહર્સલ કર્યું હતું.
પોઝિટિવઃ- આર્થિક દૃષ્ટિએ આજનો દિવસ તમારા માટે કોઇ સફળતા લઇને આવી રહ્યો છે, તેને સફળ બનાવવા માટે તમારે દઢ નિશ્ચયી થઇને કામ કરવાનું છે. થોડા જ્ઞાનવર્ધક તથા રોચક સાહિત્ય વાંચવામાં સમય પસાર થશે. નેગેટિ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.