યાત્રીઓ સુરક્ષિત:નવસારી જિલ્લામાંથી ચારધામ યાત્રા માટે ઉત્તરાખંડ ગયેલા તમામ યાત્રિકો સુરક્ષિત

નવસારીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 5 યાત્રીઓ દિલ્હીથી નવસારી આવવા ફ્લાઈટ પકડી
  • અન્ય 2 પ્રવસીઓ દિલ્હી આવવા રસ્તા

ઉત્તરાખંડમાં 17 અને 18 ઓકટોબરે ધોધમાર વરસાદ વસતા કેટલાક વિસ્તારોમાં વરસાદી પાણી ફરી વળ્યા હતા. જેને લઈને સ્થાનિકોને મુશ્કેલી ઊભી થઈ હતી તેની સાથે સમગ્ર ભારતના વિવિધ વિસ્તારોમાંથી પ્રવાસે ગયેલા પ્રવાસીઓ પણ આ વરસાદને કારણે મુશ્કેલીમાં મુકાયા હતા. નવસારી જિલ્લામાંથી પણ ચારધામ યાત્રા માટે સાત જેટલા લોકો ગયા હોવાની માહિતી મળી છે.

જેને લઇને તેમની સાથે સંપર્ક કરાતા તેઓ સુરક્ષિત હોવાની વાત તેમણે જાતે સ્વીકારી હતી.દર વર્ષે નવસારી જિલ્લામાંથી પણ ચારધામની યાત્રા માટે અનેક લોકો જતા હોય છે જે પૈકી આ વર્ષે પણ 7 જેટલા લોકો ચારધામની યાત્રા માટે ગયા હતા જ્યાં ઉત્તરાખંડમાં તેઓ રોકાયા હતા તે વિસ્તારમાં વરસાદી વાતાવરણે જોર પકડ્યું હતું અને વરસાદને કારણે ત્યાં ગંભીર સ્થિતિ ઉત્પન્ન થઇ હતી પણ હાલમાં નવસારીમાંથી પ્રવાસે ગયેલા સાત લોકો સુરક્ષિત હોવાની વાત સામે આવી છે અને ગણદેવી તાલુકાના કુલ ત્રણ યાત્રિકો દર્શનાર્થે ઉતરાખંડ ગયા છે જે પૈકી 2 ના દર્શન પૂર્ણ થતાં તેઓ નવસારી આવવા માટે નીકળી ગયા છે અને માત્ર એક યાત્રિક પણ દર્શન પૂર્ણ કરીને નવસારી આવવા માટે ટુક સમયમાં નીકળશે.જિલ્લા ડિઝાસ્ટર મેનેજમેન્ટ દ્વારા ઉત્તરાખંડમાં જિલ્લાનો કોઈપણ યાત્રી ફસાયો હોય તો ટ્વીટર હેન્ડલ પર ફોન નંબર પર માહિતી આપવા અપીલ કરી છે.

ટેલીફોન પર થયેલી વાતચિત મૂજબ ગણદેવી તાલુકમાં રહેતા ચેતન પટેલ હાલ ગુપ્ત કાશીમાં દર્શનાર્થે જઇ રહ્યા છે અને તેઓ કોઈ જગ્યાએ ફસાયા ન હતા અને હાલ પણ સુરક્ષિત હોવાની વાત કહી છે. પોતાની યાત્રા પૂર્ણ થવામાં છે અને તેઓ ટુક સમયમાં પરત ફરી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...