નવસારી જિલ્લામાં હજુ સુધી એક પણ પશુમાં લમ્પી વાયરસનો રોગ દેખાયો નથી. જિલ્લામાં 2.94 લાખ પશુધન છે.જોકે, પશુઓને વાયરસથી રક્ષણ આપતી રસી જિલ્લામાં મૂકવામાં આવી નથી. રાજ્યના અનેક જિલ્લાઓમાં પશુધનમાં લમ્પી વાયરસે હાહાકાર મચાવ્યો છે. હજારો પશુ પોઝિટિવ આવ્યા છે તો ઘણા મૃત્યુ પણ પામ્યા છે. મહદઅંશે ગાયોમાં જ રોગ વધુ દેખાયો છે.
જોકે નવસારી જિલ્લામાં હજુ રોગ પ્રવેશ્યો નથી. સ્થાનિક પશુપાલન વિભાગના સુત્રોના જણાવ્યા મુજબ જિલ્લામાં કુલ 2.94 લાખ પશુધન નોંધાયેલ છે,જેમાં 2.31 લાખથી વધુ ગાય વગેરે છે અને 61 હજારથી વધુ ભેંસ છે. હાલ સુધીમાં તેમાંથી એક પણ પશુમાં લમ્પી વાયરસ રોગ દેખાયો નથી. અહીં નોંધનીય છે કે આ રોગમાં ઘોટ પોક્સની રસી મુકવામાં આવે છે,જોકે જિલ્લામાં હજુ રસી મુકાઈ નથી.
રસીકરણની ગાઇડલાઇન અપાઇ છે
રસીકરણ માટે સરકારની સ્પષ્ટ ગાઈડલાઈન છે. આ ગાઈડલાઈનમાં જે વિસ્તારમાં પોઝિટિવ કેસ દેખાય તેના 5 કિલોમીટરના વિસ્તારમાં રિંગ વેક્સિનેશન થઈ શકે છે. આપણા જિલ્લામાં હજુ પોઝિટિવ કેસ નથી. > ડો. એમ.સી. પટેલ, જિલ્લા પશુપાલન અધિકારી, નવસારી
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.