કેલીગ્રાફી એક કળા છે. જેની મદદથી આપણે લખાણને સુંદર અને આકર્ષક બનાવી શકીએ છીએ. કેલીગ્રાફીનું લખાણ એટલું સુંદર હોય છે કે, દરેકનું ધ્યાન પોતાની તરફ આકર્ષિત કરે છે. તેને લખવા માટે એકગ્રતા અને સંયમની જરૂર હોય છે. નવસારીના લોકો પણ કેલીગ્રાફી તરફ આકર્ષાય અને તેઓ પણ પોતાનું લખાણ લખતા થાય તેના માટે પ્રથમવાર બે દિવસીય ટ્રેનિંગ અને આર્ટ એક્ઝિબિશન યોજાયું હતું.
નવસારીમાં અનાવિલ સંસ્કાર ટ્રસ્ટ, નવસારી મેનેજમેન્ટ એસોસિએશન અને રગંત થકી પ્રાચીન હસ્તકળા અને કેલીગ્રાફીને જીવંત રાખી આગળ લઇ જવા માટે અક્ષરયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ અક્ષરયાત્રામાં 18 જેટલા મ્યુરલ્સ અને 82 જેટલી પેઇન્ટિંગ બનાવીને તેનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું.
અક્ષરયાત્રામાં ‘ઓમ’ શબ્દને કેન્દ્ર સ્થાને રાખવામાં આવ્યો હતો. અનાવિલ સંસ્કાર ટ્રસ્ટના હોલમાં થયેલ બે દિવસીય કાર્યક્રમમાં ઇન્કડ્રોપ્સના ફાઉન્ડર ગોપાલ પટેલ પાસેથી નવસારીના આશરે 500થી પણ વધુ લોકોએ કેલીગ્રાફીની ટ્રેનિંગ લીધી હતી. આજે કેલીગ્રાફીનો યુગ ભલે જતો રહ્યો હોય, પરંતુ એક સમયે તેનો સુર્વણ યુગ હતો.
પ્રાચીનકાળમાં કેલીગ્રાફીનું ખૂબ જ મહત્વ હતું
પ્રાચીનકાળમાં કેલીગ્રાફીનું ખૂબ જ મહત્વ હતું. કોઇપણ રાજકીય ફરમાન કે ઘોષણા કેલીગ્રાફીમાં જ લખવામાં આવતું હતું. સમ્રાટ અશોકને પણ કેલીગ્રાફી લખાણ ખૂબ જ પસંદ હતું. તેવું ઇતિહાસના કાગળોના લખાણ માંથી મળી આવ્યું છે. તેઓએ આવનારી પેઢી માટે કેટલાક શિલાલેખો પણ કેલીગ્રાફીમાં બનાવડાવ્યા હતા. જેના પુરાવા આજે પણ મળે છે. પ્રાચીનકાળમાં કેલીગ્રાફી શબ્દ લખવા માટે પથ્થરો અને પશુઓની ચામડીનો ઉપયોગ કરાતો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.