તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાર્યક્રમ:એઇડ્સ સેવાકર્મીઓનો અભિવાદન કાર્યક્રમ યોજાયો

નવસારી4 મહિનો પહેલા
 • કૉપી લિંક

કોરાના મહામારીની વિકટ પરિસ્થિતિ હોવા છતા એચ.આઇ.વી./એઇડ્સ જીવલેણ રોગના દર્દીઓની માવજત કરનારા નવસારી જિલ્લાના કુલ-21 કોમ્યુનિટી હેલ્થ સેન્ટર, નવસારી રેડક્રોસ, નવસારી સિવિલ હોસ્પિટલના અભિવાદન માટે ઇ.રે.સો.ગુજરાત રાજય, ગુજરાત એઇડ્સ કંટ્રોલ સોસાયટી, આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ ગુજરાત રાજયના ઉપક્રમે રેડક્રોસ નવસારીના સથવારે કાર્યક્રમ સંપન્ન થયો હતો. આ પ્રસંગે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.દિલિપ ભાવસારે જણાવ્યું હતું કે, કોરોના દિવસોમાં વિશ્વ ઍઇડ્સ દિવસે આ રોગ સાથેના તબીબી જગતનું સન્માન થાય ઍ જાગૃતિની નિશાની છે.

આ રોગ માટેની દવાઓ-પ્રાપ્ત થવાથી એઇડ્સ નિયંત્રણમાં છે. જિલ્લા ટીબી અને એઇડ્સ રોગ નિયમન અધિકારી ડો. બી.એમ.વણકરે જણાવ્યું હતું કે, આ બંને રોગ નિયંત્રણ હેઠળ છે. સરકાર તરફથી દર્દીને દવા માટે આર્થિક સહાય પણ સીધી તેના ખાતામાં જમા થાય છે. રેડક્રોસ નવસારીના ચેરમેન ડો.અતુલ દેસાઇએ જણાવ્યું હતું કે, તબીબી સેવાકર્મીઓની પોતાની પણ વધુ કાળજી રાખવી પડશે. ઢીલા માસ્ક ન ચાલે. રેડક્રોસ નવસારી પ્રતિવર્ષ આ દિવસની ઉજવણી જૂનિયર રેડક્રોસના માધ્યમે રેલી, વિવિધ સ્પર્ધા યોજી યુવાવર્ગને જાગૃત કરે છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

  વધુ વાંચો