તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રખડતા ઢોર:આહવા પંચાયતે 90થી વધુ રખડતા પશુઓને પકડી પાંજરાપોળ મોકલી અપાયા

નવસારી20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • રખડતા ઢોરોના ત્રાસથી રાહદારીઓને અવર જવરમાં તકલીફ થતી હોવાની અનેક ફરિયાદ ઉઠી

આહવા નગરના જાહેર રસ્તાઓ ઉપર રખડતા ઢોરોને લઈને લોકોને પડતી હાલાકીનો નિકાલ કરવા આહવા ગ્રામ પંચાયતના સરપંચ હરિરામ રતીલાલભાઈ સાંવત અને તેમની ટીમ તથા જીઆરડીના માણસોને સાથે રાખી મોડી રાતે કાર્યવાહી કરવામાં આવી હતી. ગામમાં રસ્તે રખડતા ઢોરોને પાંજરાપોળમાં પુરવામાં આવ્યા હતા.ઉલ્લેખનીય છે કે આહવામાં રખડતા ઢોરોના ત્રાસથી રાહદારીઓને અવર જવરમાં તકલીફ થતી હોવાની અનેક ફરિયાદ ઉઠી હતી.

જેમાં વાહનોના અકસ્માતના ભય સાથે મૂંગા પશુઓને પણ ઇજા થવાનો ભય હોવાનું કહેવામાં આવ્યુ હતુ. જેને લઈને આ રખડતા ઢોરોના માલિકોને પંચાયત દ્વારા પોતાના ઢોરોને જાહેર રસ્તાઓ પરથી લઈ જવા અને પોતાના ઘર કે ગોઠામાં બાંધી તેમની સંભાળ કરવા સાથે રસ્તાઓ ઉપર રખડતા ન મુકવા અંગે સૂચના આપવામાં આવી હતી.

અવારનવાર સૂચના આપવા છતાં પશુઓના માલિકો દ્વારા ઢોરોને રસ્તે રખડતા મુકવામાં આવતા હતા. જેથી આહવા પંચાયત દ્વારા અડચણ રૂપ અને સંભવિત અકસ્માત થી લોકહિત અને પશુઓની સુરક્ષા માટે મોડી રાતે 90 થી વધુ પશુઓને બિનવારસી ગણી આહવા પાંજરાપોળમાં મુકવામાં આવ્યા છે.

અન્ય સમાચારો પણ છે...