અનોખી ઉજવણી:દિવાસાનો તહેવાર 100 વર્ષ પહેલાં ઢીંગલો બનાવી કોલેરાની મહામારીને નાથી,પરંપરા આજે પણ અકબંધ

નવસારી12 દિવસ પહેલા
  • ઢીંગલાનું વિસર્જન કરતા કોલેરા માંથી રાહત મળી
  • કોરોના બાદ પ્રથમ વખત ધામધૂમથી ઉત્સવ ઉજવાશે

નવસારીમાં 100 વર્ષ પૂર્વે આવેલી કોલેરાની મહામારીને નાથવા ઢીંગલો બનાવી એની શોભાયાત્રા કાઢી પૂર્ણાં નદીમાં વિસર્જન કરવામાં આવ્યુ હતુ અને ત્યાર બાદ કોલેરાના કેસ અટક્યા હતા. જે પરંપરાને આજે પણ નવસારીના આદિવાસી પરિવારે જળવી રાખ્યો છે.

100 વર્ષ જૂની પરંપરા
નવસારી શહેરમાં 100 વર્ષ પૂર્વે કોલેરાની મહામારીએ હાહાકાર મચાવ્યો હતો. કોલેરાને કારણે એક મોત બાદ બીજુ મોત થતુ હતુ. જેથી નવસારીવાસીઓ ચિંતામાં મુકાયા હતા, ત્યારે નવસારીના એક પારસી ગૃહસ્થે આદિવાસી પરિવારોને બોલાવી વિચાર મુક્યો કે, એક માણસના કદનો ઢીંગલો બનાવી એની પૂજા અર્ચના કર્યા બાદ એને નજીકની પૂર્ણા નદીમાં વિસર્જન કરવામાં આવે. જેને આદિવાસીઓએ માન્યુ અને રતિલાલ રાઠોડના પૂર્વજોએ ઘાસ અને કપડાથી ઢીંગલો બનાવ્યો હતો. જેમાં એક માટીમાંથી બનાવેલ મોઢું લગાવી માથે સાફો પહેરાવી સિગરેટ પણ પીવડાવવામાં આવી હતી. સાથે જ કોલેરા ભાગે એવી માનતા પણ લીધી હતી, ત્યારબાદ દિવાસાને દિવસે દાંડીવાડના લોકોએ વાજતે ગાજતે ઢીંગલાની શોભાયાત્રા કાઢી પૂર્ણા નદીમાં વિસર્જિત કર્યો હતો.

કોલેરા કાબૂમાં આવ્યો
ઢીંગલા બાપાની પૂજા અર્ચનાથી નવસારીમાંથી કોલેરાના કેસ ઘટયા હતા. ત્યારથી દરવર્ષે પરંપરા જાળવી ઢીંગલો બનાવવમાં આવે છે. લોકો ઢીંગલા બાપાની માનતા રાખી દર્શને છે અને શ્રદ્ધા પૂર્વક શોભાયાત્રામાં પણ જોડાય છે. દિવાસના દિવસે મોટા ઉત્સવ જેવો માહોલ બને છે અને દાંડીવાદથી પૂર્ણા નદી સુધીના રુટ પર મેળો ભરાય છે. લોક માન્યતા પ્રમાણે લગ્ન ન થવા, બાળકો ન થવા કે જીવનની કંઈપણ સમસ્યા હોય એનું નિરાકરણ ઢીંગલા બાપા કરે છે. જેથી લોકો માનતા પણ પુરી કરતા હોય છે. ઉલ્લેખનિય છે કે, ઢીંગલાને સિગરેટ પ્રિય હોવાની માન્યતા હોવાથી અહીં દર્શને આવતા લોકો સિગરેટ ખાસ લાવે છે અને પોતે સિગરેટ પીધા બાદ ઢીંગલાને સિગરેટ પીવડાવવામાં આવે છે.

અન્ય સમાચારો પણ છે...