તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Navsari
  • After Three Accidents Were Caused Due To Stray Animals In Navsari City, The Municipality Started Catching Stray Animals And Putting Them In Cages.

અંતે પાલિકા જાગી:નવસારી શહેરમાં રખડતા પશુના કારણે ત્રણ અકસ્માત સર્જાયા બાદ પાલિકાએ રખડતા પશુઓે પકડી પાંજરાપોળમાં મુકવાનું શરૂ કર્યું

નવસારીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આજે 15 જેટલા ઢોરને પાંજરાપોળ મુકવામા આવ્યા

નવસારી શહેરમાં રખડતા પશુઓ શહેરીજનોનું શહેરમાં ફરવાનું મુશ્કેલ બનાવી રહ્યા છે અવાર નવાર રાહદારીઓને અડફેટમાં લેતા રખડતા ઢોર ને કારણે અનેક લોકોને અકસ્માત થતા ગંભીર ઇજાઓ થવાના અને મોત થવાના બનાવોએ હદ વટાવી છે. ત્યારે બે દિવસ પહેલા ઈટાળવા રોડ પરથી પસાર થઈ રહેલા પારસી યુવાન સાથે થયેલા અકસ્માતને કારણે સફાળી જાગેલી પાલિકા એ આજે 15 થી વધુ રખડતા ઢોરને પાંજરાપોળ મુકવાની કામગીરી સત્વરે શરૂ કરવામાં આવી છે.

2 દિવસ પહેલા ઇટાળવા પાસે એક વાછરડું એકાએક રસ્તો ક્રોસ કરતા મર્ઝબાનભાઈ રસ્તા વચ્ચે પટકાયા હતા અને તેમને માથાના ભાગે ગંભીર ઇજાઓ થતા તાત્કાલિક સિવિલમાં સારવાર અર્થે ખસેડાયા હતા જ્યાં ફરજ પરના તબીબોએ તેમને વધુ સારવાર અર્થે સુરતની ખાનગી હોસ્પિટલમાં ખસેડયા હતા અને ન્યુરો સર્જરી કરવાની જરૂર ઉભી થઈ હતી ત્યારે સુરત ખાતે ત્રણ કલાક ચાલેલા ઓપરેશન દ્વારા હાલ ઇજાગ્રસ્ત મર્ઝબાન ભાઈ ની તબિયત સ્થિર છે તેવું તેમના પરિવાર દ્વારા જાણવા મળ્યું છે.

શહેરમાં રખડતા ઢોરને કારણે વધેલા અકસ્માતને કારણે લોકોનો રોષ ચરમસીમાએ પહોંચ્યો છે ત્યારે પાલિકા સ્થિતિ પારખીને ઢોરને પાંજરે પુરવા ની તજવીજ હાથ ધરી છે. આ સમગ્ર મામલે પાલિકા પણ શહેર ઢોર મુક્ત થાય તે માટેની કામગીરી શરૂ કરી છે એક મહિનાની અંદર નવસારી નગરપાલિકાએ 230 જેટલા ઢોર પાંજરાપોળ મોકલ્યા છે તો સાથેજ સપ્તાહમાં 165 જેટલા રખડતા ઢોરને પાંજરે પૂર્યા છે.આ સમગ્ર મામલે નવસારી વિજલપોર પાલિકાના પ્રમુખ જીગીશ શાહ સાથે વાત કરતા તેમણે જણાવ્યું કે અમે જલાલપોર તાલુકાના આટ ગામ પાસે નવા પાંજરાપોળ બનાવવા માટેની જગ્યા ની માંગ કરી છે સાથે જ શહેરમાં જે પણ અકસ્માતો વધી રહ્યા છે તેને લઈને અમે પણ ચિંતિત છીએ અને ઢોર પકડવાની કામગીરી નિયમિત બનાવી છે ત્યારે પશુપાલકો પણ આ મામલે જવાબદારી દાખવીને તેમના ઢોરોને જાહેરમાં ન મૂકે તેવી અપીલ પણ કરી છે અને આગામી સમયમાં જો પશુપાલકો નિયમ વિરુદ્ધ કામગીરી કરશે તો તેમના વિરુદ્ધ પોલીસ કેસ પણ થશે.

અન્ય સમાચારો પણ છે...