ગરમીએ માઝા મૂકતાં લોકો ત્રસ્ત:નવસારીમાં તાપમાનમાં ઘટાડા બાદ આજે ફરીવાર 38 ડિગ્રી તાપમાન નોંધાયું, શહેરીજનોએ બહાર નીકળવાનું ટાળ્યું

નવસારીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વધેલા તાપમાને લોકોની સાથે કેરી પકવતા ખેડૂતોને પણ ચિંતિત કર્યા બપોરના સમયે નવસારી શહેરની સડકો સૂમસામ જોવા મળી

છેલ્લા પંદર દિવસથી નવસારી જિલ્લામાં તાપમાનમાં ઘટાડો નોંધાયો હતો. જેમાં ટેમ્પરેચર 32થી 35 ડિગ્રી વચ્ચે રહેતું હતું. ત્યારે આજે બુધવારે ફરીવાર તાપમાન 38.8 ડિગ્રી નોંધાયું છે. જેને લઇને વાતાવરણમાં અસહ્ય ઉકળાટ અને ગરમી અહેસાસ થવા પામ્યો છે. હાલમાં કેરીનું ફ્રૂટ સેટિંગ થઇ થયું છે ત્યારે તેને સંતુલિત તાપમાનની જરૂર હોય છે. ત્યારે વધેલા તાપમાને લોકો સાથે ખેડૂતોને પણ ચિંતિત કર્યા છે.

હાલમાં માત્ર 20 ટકા પાક માર્કેટમાં ઠાલવવાની સંભાવના જોવાઈ રહી છે. ત્યારે આ પાક સારી રીતે માર્કેટમાં પહોંચે અને ખેડૂતો અને વેપારીઓને આર્થિક ફાયદો થાય તેવી ઈશ્વરને ખેડૂતો-વેપારીઓ પ્રાર્થના કરી રહ્યા છે. જિલ્લામાં ગરમીએ માઝા મૂકતા લોકો પણ ત્રાહિમામ પોકારી ઊઠ્યા છે. બપોરના સમયે નવસારી શહેરની સડકો સૂમસામ જોવા મળી હતી.

આગ ઝરતી ગરમીથી બચવા માટે લોકોએ ઘરમાંથી બહાર નીકળવાનું ટાળ્યું હતું. હવામાન વિભાગ પાસેથી મળેલી માહિતી મુજબ મહત્તમ તાપમાન 38.8 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 22.0 નોંધાયું છે. તેમજ હવામાં ભેજનું પ્રમાણ 81 ટકા નોંધાયું છે.

અન્ય સમાચારો પણ છે...