તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિશેષ સુવિધા:નવસારી રેલવે સ્ટેશને દોઢ વર્ષ પૂર્વે સરવે કરાયા બાદ આખરે એસ્કેલેટરની સુવિધા ઉપલબ્ધ થશે

નવસારીએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • રેલવે કમિટીના સભ્ય સંજય શાહે જીએમ અને ડીઆરએમને કરેલી રજૂઆતનો પડઘો

નવસારી રેલવે સ્ટેશનનાં પ્લેટફોર્મ નંબર-2 પર એસ્કેલેટર (લીફ્ટ)ની સુવિદ્યા આપવા બાબતે પશ્ચિમ રેલવે દ્વારા મંજૂરી મળી હતી પરંતુ નવસારી રેલ્વે સ્ટેશને આવીને સરવે કરતા એસ્કેલેટરનું માપ બંધ બેસતું ન હોય તે સુવિધા રદ કરી દીધી હતી. આ એસ્કેલેટર માટે દોઢ વર્ષ બાદ નવસારીનાં DRUCC રેલવે કમિટીનાં મેમ્બર સંજય શાહે મુંબઈમાં રેલવેનાં ડીઆરએમને મળી એસ્કેલેટર માટે રજૂઆત કરતા રેલવે વિભાગે એસ્કેલેટર પ્લેટફોર્મ નંબર-2ની અન્ય જગ્યાએ બનાવવાની ખાતરી આપતા નવસારી નગરજનોને વધુ એક સુવિદ્યા મળશે તેમ લાગી રહ્યું છે.

નવસારીનાં DRUCC કમિટી મેમ્બર સંજય શાહે માહિતી આપતા જણાવ્યું કે રેલવે સ્ટેશને પ્લેટફોર્મ નંબર-2 પર એસ્કેલેટરની સુવિદ્યા આપવા બાબતે વેસ્ટર્ન રેલવે એસ્કેલેટર (લીફ્ટ)ની સુવિદ્યા માટે દોઢ વર્ષ પહેલા મુંબઈ સેન્ટ્રલ અધિકારી જીએમ અને નવા ડીઆરએમ દ્વારા મંજૂરી મળી હતી. જે જગ્યાએ બનાવનાર હતા ત્યાં બરાબર માપમાં ન આવતા સરવે કરનારા અધિકારીઓ ગયા હતા, ત્યારબાદ આ પ્રોજેક્ટ ખોરંભે ચડ્યો હતો. આ બાબતે સંજય શાહે મુંબઈમાં પશ્ચિમ વિભાગ રેલેવના ડીઆરએમ સત્યાકુમારને મળ્યા હતા અને તેમની સાથે વાત કરી હતી.

હાલમાં કોરોનાનાં કારણે અવરજવર વધુ હોય એસ્કેલેટર (લીફ્ટ) માટે માંગ કરતા દોઢ વર્ષ પૂર્વે ફાઈલ કાઢી અને તેના ઉપર પુનઃ વિચારણા કરી હતી. જેમાં એસ્કેલેટરની જગ્યા બદલાવી હતી, જેમાં પ્લેટફોર્મ નંબર-2 પર આવેલા ફ્લાયઓવરની બાજુમાં સિડી પાસે જગ્યા છે ત્યાં એસ્કેલેટર બરાબર સેટ થઈ શકે એમ હોય તેમ જણાવ્યું હતું અને ત્યાં ટૂંક સમયમાં એસ્કેલેટર બનાવવા માટે મંજૂરી આપી હતી. ઉપરાંત હાલમાં નવસારી રેલવે સ્ટેશને જે એસ્કેલેટર બંધ થઈ છે તે પણ શરૂ કરવા આદેશ આપશે તેમ પણ જણાવ્યું હતું.

બોરીવલી-અંધેરીમાં ફ્લાયઓવરની બાજુમાં એસ્કેલેટર છે તો નવસારીમાં કેમ નહીં ?
પશ્ચિમ રેલવે વિભાગનાં અધિકારીને જણાવ્યું કે નવસારીમાં મુસાફરો માટે એસ્કેલેટરની જરૂર છે, પણ ત્યાં દોઢ વર્ષ પહેલા પ્રોજેક્ટ નામંજૂર થયો હતો. મુંબઈના બોરીવલી અને અંધેરી રેલવે સ્ટેશને પણ ફ્લાયઓવરની બાજુની ખાલી જગ્યામાં એસ્કેલેટર બનાવ્યું હોય તેનું ઉદાહરણ આપતા રેલવે ડીઆરએમ રાજી થયા અને નવસારીમાં દોઢ વર્ષ જૂની માંગ હવે પૂર્ણ થશે અને નવી ભેટ પણ મળશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

  વધુ વાંચો