બોલાચાલી બાદ મારમારી:RVD સંચાલકને માર મરાયા બાદ આરોપીના ભાઇ ઉપર પણ હુમલો

નવસારીએક દિવસ પહેલા
  • કૉપી લિંક
ઉન ગામે સળગાવી દેવાયેલી કાર અને હુમલામાં ઇજાગ્રસ્ત વીભો ભરવાડ હોસ્પિટલમાં સારવાર હેઠળ. - Divya Bhaskar
ઉન ગામે સળગાવી દેવાયેલી કાર અને હુમલામાં ઇજાગ્રસ્ત વીભો ભરવાડ હોસ્પિટલમાં સારવાર હેઠળ.
  • અજાણ્યા લોકોએ આંતરી બોલાચાલી બાદ મારમારી કારને સળગાવી દીધી

નવસારી નેશનલ હાઇવે નં. -48 ઉન સાંઈબાબા મંદિરની સામે આવેલા ફાર્મ હાઉસની વિભાભાઈ દેવાભાઈ ભરવાડ માલિકી ધરાવે છે. તેઓ શનિવારે બપોરે ફાર્મ હાઉસમાં પોતાની કાર લઈને ગયા હતા. મોડી સાંજે ઘરે પરત આવતા હતા ત્યારે કેટલાક અજાણ્યા યુવાનોએ તેમની કારને આંતરી હતી અને વિભાભાઈ ભરવાડ કંઈ સમજે તે પહેલાં યુવાનોએ તેને બહાર કાઢી માર માર્યો હતો અને કાર સળગાવી યુવાનો ભાગી છૂટ્યા હતા.

અજાણ્યા યુવાનોના મારનો ભોગ બનેલા વિભાભાઈ ભરવાડને ગંભીર ઈજાગ્રસ્ત હાલતમાં મુલ્લા હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયો હતો. વિભાભાઈ હાલમાં આરવીડી ગ્રુપના સંચાલક જય નાઈક પર હુમલા કરનારા મુખ્ય આરોપી વાઘા ભરવાડનો ભાઈ હોવાની માહિતી મળી છે. આ હુમલો અદાવતમાં કરાયો હોવાનું લોકોમાં ચર્ચાઈ રહ્યું છે. મોડી સાંજે આ ઘટનાની ફરિયાદ નોંધવા હોસ્પિટલમાં પોલીસકર્મીઓ ગયા હોવાની માહિતી મળી છે.

અન્ય સમાચારો પણ છે...