જનાદેશનો વિજયોત્સવ:જિલ્લામાં ગ્રામ પંચાયતચૂંટણીના પરિણામ બાદ ભાવવિભોર દ્રશ્યો સર્જાયા

નવસારીએક મહિનો પહેલા
  • કૉપી લિંક

નવસારી જિલ્લામાં ગ્રામ પંચાયતની ચૂંટણીને લઇ ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. મંગળવારે તેનુ પરિણામ જાહેર થયું હતું. જોકે, મતગણતરીના સ્થળે વહેલી સવારથી જ જનપ્રતિનિધિઓ સાથે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. જેમ જેમ પરિણામ જાહેર થતું ગયું તેમ તેમ લોકોમાં ઉત્સાહ બેવડાતો ગયો હતો. ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થાય ત્યાં સુધીમાં તો વિજેતા થયેલા ઉમેદવારોએ વિજય થયાની ઉજવણી પણ શરૂ કરી દીધી હતી. કેટલાકે તો ગરબે ઘૂમીને પણ વિજયોત્સવ ઉજવ્યો હતો. જ્યારે કેટલાક ઉમેદવારોએ ઘરે પહોંચી વિજયી સરઘસ કાઢી લોકશાહીના પર્વને મનમૂકીને માણ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...