તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Navsari
  • After The Presentation To The Corporation, The Woman Corporator Opened The Rain Gutter On Her Own, The Locals Applauded The Service Work.

કામગીરી:પાલિકાને રજુઆત બાદ મહિલા કોર્પોરેટરે સ્વખર્ચે વરસાદી કાસ ખુલ્લી કરી, સેવાકીય કાર્યને સ્થાનિકોએ બિરદાવ્યું

નવસારી3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પાલિકામાં આપસી સંકલનનો અભાવ સામે આવ્યો સ્થાનિકોના આક્ષેપ અમારા વિસ્તારના કામો થતા નથી પ્રમુખે કોઈ લેખિત કે મૌખિક રજુઆત ન આવી હોવાનો ખુલાસો કર્યો

નવસારી નગરપાલિકામાં માત્ર એક જ કોંગ્રેસનો સભ્ય હોઇ 51 જેટલા ભાજપ સંગઠનના જીતેલા નગરસેવકો શહેરના વિકાસ માટે કાર્ય કરી રહ્યાં છે. ત્યારે વોર્ડ નંબર 13 માં આવેલા તીઘરા વિસ્તારના ત્રણ ફળિયામાંથી પસાર થતી વરસાદી કાસ પુરાઈ ગઈ હતી. જેથી ચોમાસામાં વરસાદી પાણીથી કાચા મકાનોમાં પાણી ભરાઇ જવાની ઘટના દર વર્ષે બને છે. જેથી આ મામલે વોર્ડ નંબર 13 ના સ્થાનિકોએ કાસ ખુલ્લી કરવા કરેલી રજુઆત બે અસર થતા નગરસેવીકા પ્રીતિબેન અમીને આશરે 25 હજારના ખર્ચે જેસીબી લાવી કાસની સફાઈ કરાવી હતી.

લેખિતમાં વરસાદી કાસ ખુલ્લી કરવા માટેની માંગ કરી

જેમાં અન્ય ત્રણ નગરસેવકોએ પાલિકા પ્રમુખને લેખિતમાં વરસાદી કાસ ખુલ્લી કરવા માટેની માંગ કરી હતી. પણ આ મામલે કોઈ સંતોષકારક કામગીરી ન થતાં મહિલા નગરસેવિકાએ સ્વખર્ચે કામગીરી કરી હતી. ગામમાં રહેતી મહિલા મનિષાબેન રાઠોડના જણાવ્યા મુજબ આ વિસ્તાર પહેલા ગ્રામ પંચાયત હેઠળ આવતો હતો. ત્યારે કામગીરી સારી થતી હતી. પણ હદવિસ્તરણમાં આ વિસ્તારનો સમાવેશ નગરપાલિકામાં થતાં વોર્ડ નંબર 13 અંતર્ગત હવે તેનું સંચાલન પાલિકા કરે છે. વરસાદી ગટરની મુખ્ય સમસ્યા આ ગામની મુખ્ય સમસ્યાઓમાં સામેલ છે. જેથી કોઈ તેમની રજૂઆત સાંભળતું ન હોવાનો આક્ષેપ પણ પાલિકા પર તેમણે કર્યા હતા.

નગર સેવિકાના આ સેવાકીય કાર્યને બિરદાવ્યું

ગામના અન્ય એક સભ્ય કિશનભાઇના જણાવ્યા મુજબ તેમણે અનેક વાર નગરસેવકોને રજૂઆત કરી હતી. પણ તેમની રજૂઆત પ્રીતિબેનને સાંભળીને જાતે જેસીબી લાવીને વરસાદી કાસની ખુલ્લી મૂકી હતી. જેથી ત્રણ ફળિયાના શ્રમજીવીઓએ નગરસેવીકાનો આભાર માન્યો હતો. આ સમગ્ર મામલે પાલિકા પ્રમુખ જીગીશ શાહને પૂછતાં તેમણે જણાવ્યું હતું કે આ મામલે તેમને મૌખિક કે લેખિત કોઈ રજૂઆત મળી નથી. અને નગર સેવિકાના આ સેવાકીય કાર્યને તેમણે બિરદાવ્યું હતું. અને આવા નગરસેવકો હોય તો શહેરનો વિકાસ કરવામાં સરળતા રહે છે તેવી વાત કહી એક કાંકરે બે પક્ષી માર્યા હોય તેમ નગર સેવિકાના આ કાર્યની તેમણે સકારાત્મક રીતે નોંધી હતી.

નગરસેવીકાએ રજૂઆત બાદ સ્વખર્ચે કામગીરી કરી

એક તરફ જ્યારે મહિલા નગરસેવીકાએ રજૂઆત બાદ સ્વખર્ચે કામગીરી કરી છે. તો બીજી તરફ પ્રમુખને રજૂઆત થઈ નથી તેવી વાત સામે આવી છે. ત્યારે પ્રમુખ અને અન્ય નગરસેવકોના આપસી સંકલન સામે પણ પ્રશ્નાર્થ ઉભો થયો છે. વોર્ડ નંબર 13 ના ચાર નગર સેવકો પૈકી 3 ને પાલિકામાં હોદ્દા મળ્યા છે. જે પૈકી 2 ને ચેરમેન પદ અને એકને ઉપદંડકનું પદ મળ્યું છે. તેમ છતાં નગરપાલિકામાં અધિકારીઓ સામે ઉપજતું ના હોય એવી ચર્ચાએ જોર પકડ્યું છે.

અન્ય સમાચારો પણ છે...