વાતાવરણ:નવસારીમાં ઘણા દિવસો બાદ તાપમાનનો પારો 32 ડિગ્રી ઉપર

નવસારી20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વરસાદ નહીં પડતા વાતાવરણ બદલાયું
  • છેલ્લા​​​​​​​ 10 દિવસમાં માંડ છૂટોછવાયો વરસાદ

નવસારી જિલ્લામાં 24 કલાક દરમિયાન વરસાદ નોંધાયો ન હતો. વરસાદની ગેરહાજરીમાં નવસારીમાં દિવસો બાદ તાપમાનનો પારો 32 ડિગ્રીની ઉપર ગયો હતો.નવસારી જિલ્લામાં 10 દિવસ અગાઉ ભારે વરસાદ પડ્યા બાદ છેલ્લા કેટલાક દિવસથી છુટોછવાયો સાધારણ વરસાદ પડી રહ્યો છે. જોકે ગુરૂવારે સાંજે 6 કલાકે પુરા થતા 24 કલાક દરમિયાન તો જિલ્લાના એક પણ તાલુકામાં વરસાદ નોંધાયો ન હતો. જિલ્લા મથક નવસારીમાં પણ વરસાદે વિરામ જ કર્યો હતો અને સમગ્ર દિવસ ઉઘાડ રહ્યો હતો. ઉઘાડ રહેવા સાથે કેટલાય દિવસો બાદ તાપમાનનો પારો 32 ડિગ્રીની ઉપર ગયો હતો.

દિવસ દરમિયાન સવારે લઘુત્તમ તાપમાન 24.5 ડિગ્રી અને બપોરે મહત્તમ તાપમાન 32.3 ડિગ્રી રહ્યું હતું. ભેજનું પ્રમાણ પણ દિવસ દરમિયાન દિવસો બાદ 70 ટકાથી નીચે ગયું હતું. સવારે 97 ટકા નોંધાયા બાદ બપોરે તો 66 ટકા જ રહ્યું હતું. પવન દિવસ દરમિયાન 1.9 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ફૂંકાયો હતો. નવસારી િજલ્લામાં છેલ્લા કેટલાય દિવસથી વરસાદના આભાવે ગરમીનું પ્રમાણ વધતા હવે લોકો ઉનાળો હોય તેવી ગરમીનો અનુભવ કરી રહ્યાં છે. તાજેતરમાં જ જિલ્લામાં ભારે વરસાદ બાદ પૂરની સ્થિતિ સર્જાઇ હતી જ્યારે હાલમાં વરસાદના પણ એંધાણ નથી.

અન્ય સમાચારો પણ છે...