ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ તથા કે.સી.જી.ના સંયુક્ત ઉપક્રમે નવસારી તથા ડાંગ જિલ્લાની કોલેજના છેલ્લા વર્ષમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે વિવિધ કંપનીઓ દ્વરા આ કોલેજમાં પ્લેસમેન્ટ કેમ્પ યોજવામાં આવ્યો હતો.ઝોન-4 નોડ-3 અને 7મા નવસારી તથા ડાંગ જિલ્લાની સરકારી તથા ગ્રાંટ ઈન એઇડ કોલેજના છેલ્લા વર્ષમાં વિવિધ શાખામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે ગાર્ડા કોલેજમાં પ્લેસમેન્ટ કેમ્પનું આયોજન નોડલ ઓફિસર એસ.બી. ગાર્ડા કોલેજ (આર્ટસ) એન્ડ પી.કે. પટેલ કોલેજ ઓફ કોમર્સના ઈન્ચાર્જ આચાર્ય ડો. ધર્મવીર ગુર્જરના માર્ગદર્શનમાં આયોજન કરવામાં આવ્યું હતું.
આ પ્લેસમેન્ટ કેમ્પની મુલાકાત રાજ્ય સરકારના પ્રતિનિધિ એવા સબ ઝોનલ ઓફિસર ડો. કે.ડી. પંચાલે લઇ ગાર્ડા કોલેજે યોજેલા પ્લેસમેન્ટની પ્રશંસા કરી તમામને જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. આ પ્લેસમેન્ટ કેમ્પમાં કુલ 26 કંપનીએ ભાગ લઇ 551 વિદ્યાર્થીના ઓનલાઇન ઈન્ટરવ્યૂ લઈ તેમાંથી 148 વિદ્યાર્થીનું ફાઇનલ સિલેકશન કરી તેમને લેટર ઓફ ઈન્ટેન્ટ આપવામાં આવ્યો હતો. આ પ્લેસમેન્ટ કેમ્પને સફળ બનવવામાં કોલેજના ઈન્ચાર્જ આચાર્ય ડો. ધર્મવીર ગુર્જર તેમજ કોલેજના તમામ સ્ટાફનો સહયોગ પ્રાપ્ત થયો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.