આત્મહત્યા:નવસારીમાં પ્રેમમાં નિષ્ફળતા મળતાં યુવકે ગળે ફાંસો ખાઈ જીવન ટુંકાવ્યું

નવસારી17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી આગળની તપાસ શરૂ કરી

નવસારી શહેરના દશેરા ટેકરી વિસ્તારમાં રહેતા એક યુવકે ગળેફાંસો ખાઈ જીવન ટુંકાવ્યું હતું. પ્રેમમાં નિષ્ફળતા મળતાં યુવકે આત્મહત્યા કરી હતી. પાડોશીઓએ આ અંગેની જાણ પોલીસને કરતા પોલીસે સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે.

નવસારી શહેરના દશેરા ટેકરી વિસ્તારમાં આવેલા માયા તલાવડીમાં રહેતા 25 વર્ષીય અજય રાઠોડ સુરત ખાતે નોકરી કરી પરિવારનું ગુજરાન ચલાવતો હતો. એક વર્ષથી કોઈ યુવતીના પ્રેમમાં હતો. જોકે, ત્યારબાદ પ્રેમમાં નિષ્ફળતા મળતા હતાશ થઈ પોતાનાં ઘરે ઓઢણી વડે ફાસો ખાઈને જીવન ટૂંકાવ્યું હતું. ઘરમાં સવારે 7:30 વાગ્યે માતાએ પુત્રનો મૃતદેહ જોતા પગતળેથી જમીન સરકી ગઈ હતી. ત્યારે આ ઘટનાને લઈ પડોશીઓએ પોલીસને જાણ કરી હતી. જેથી ટાઉન પોલીસ દ્વારા સમગ્ર મામલે તપાસ કરવામાં આવી રહી છે. પોલીસ દ્વારા હાલ અકસ્માત મોત અંતર્ગત ગુનો રજીસ્ટર કરવામાં આવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...