• Gujarati News
  • Local
  • Gujarat
  • Navsari
  • After Discussing With The MLA About The Removal Of Non vegetarian Lorries, The President Of The Corporation Will Take Strict Action

માંસાહારની લારીઓ અંગે લેવાશે નિર્ણય:માંસાહારની લારીઓ હટાવવા અંગે ધારાસભ્ય સાથે ચર્ચા કરી પાલિકા પ્રમુખ સખત પગલાં ભરશે

નવસારી17 દિવસ પહેલા
  • પાલિકા વિસ્તારમાંથી માંસાહારને સદંતર બંધ કરવાની ગૌરક્ષકોની માંગ

રાજકોટ અને વડોદરામાં જે રીતે નોનવેજ ફૂડ વેચતી લારીઓ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. તે જ રીતે નવસારી વિજલપોર નગરપાલિકા હદ વિસ્તારમાં જાહેર માર્ગ ઉપરથી માંસાહારના દૂષણને તાત્કાલિક ધોરણે હટાવવા માંગ કરવામાં આવી હતી.

જેને પગલે નવસારી વિજલપોર નગરપાલિકા હદ વિસ્તારમાં રોડ-રસ્તા અને ફૂટપાથ પર ગેરકાયદેસર ઈંડા-માંસની લારીઓ હટાવવા અંગે પાલિકા પ્રમુખ ધારાસભ્ય પિયુષ દેસાઈ સાથે મિટિંગ યોજીને આ સમગ્ર મામલે નિર્ણય કરશે અને મંગળવારથી ગેરકાયદેસરની લારી ઉંચકવા માટેનો નિર્ણય લેવામાં આવશે. મૂંગા પશુઓની હત્યા કરી માંસ, મટન, ચીકન, ઈંડા-આમલેટનો ધંધો કરતા વેપારીઓના લીધે શહેરના જીવદયાપ્રેમીઓ તેમજ બહોળા હિન્દુ સમાજની લાગણી દુભાઈ રહી છે. ત્યારે જે વિસ્તારમાં માંસાહારનો ધંધો કાર્યરત છે, ત્યાંથી શાકાહારી લોકોને નીકળવું પણ મુશ્કેલ બન્યું છે. સાથે જ તીવ્ર ગંધ અને ગંદકીને કારણે નગરપાલિકાની હદનો વિસ્તાર દુષિત થયો છે, ત્યારે જીવદયા સમિતિના સભ્યો દ્વારા પાલિકા વિસ્તારમાંથી માંસાહારને સદંતર બંધ કરવાની માંગ કરવામાં આવી હતી.

નવસારી શહેરમાં જે રીતે ગૌરક્ષકોએ આવેદન આપીને ઉગ્ર માંગ કરી છે, તેને જોતાં પાલિકાના સત્તાધીશો પણ એલર્ટ બનીને આ મુદ્દા પર સખત પગલાં ભરવા માટે નિર્ણય કરશે. જેના અંતર્ગત ગેરકાયદેસરની લારી વિરૂદ્ધ પાલિકા પ્રમુખ સખત પગલાં ભરશે.

અન્ય સમાચારો પણ છે...