• Gujarati News
  • Local
  • Gujarat
  • Navsari
  • After Congress In charge Raghu Sharma's Statement On Expatriates, He Said, "Can You Answer Why Industrialists Are Leaving Rajasthan?"

પાટીલનો વળતો પ્રહાર:કૉંગ્રેસ પ્રભારી રઘુ શર્માના પરપ્રાંતીયો અંગેના નિવેદન બાદ કહ્યું- રાજસ્થાનમાંથી ઉદ્યોગકારો બહાર કેમ જઈ રહ્યા છે એનો જવાબ આપે

નવસારીએક મહિનો પહેલા
  • ડૉ. રઘુ શર્માએ કહ્યું હતું કે ગુજરાતમાં પરપ્રાંતીયો ભય અને અસલામતી અનુભવી રહ્યા છે
  • રઘુ શર્માના પરપ્રાંતીયો અંગેના નિવેદનને લઈ રાજનીતિ ગરમાઈ

ગુજરાતના પ્રદેશ કૉંગ્રેસના પ્રભારી તરીકે ચાર્જ સંભાળનાર ડૉ. રઘુ શર્મા ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલાં પાર્ટીમાં નવા પ્રાણ ફૂંકવાના પ્રયાસ કરી રહ્યા છે. શર્માએ કાર્યકર્તાઓ સાથેની એક બેઠકમાં પરપ્રાંતીયોને લઈ આપેલા એક નિવેદનને લઈ રાજનીતિ ગરમાઈ છે. પરપ્રાંતીયો ગુજરાતમાં ભય અનુભવી રહ્યા હોવા અંગેનું રઘુ શર્માએ નિવેદન આપ્યું હતું, જેના પર વળતો પ્રહાર કરતાં પ્રદેશ ભાજપ પ્રમુખ સીઆર પાટીલે શર્માના નિવેદનને ગુજરાતીઓના અપમાન સમાન ગણાવ્યું હતું અને રઘુ શર્મા માફી માગે એવી માગ કરી હતી.

પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલ.
પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલ.

પાટીલે વળતો પ્રહાર કરી રઘુ શર્માને સવાલ કર્યો
ગુજરાતના પ્રભારી તરીકે નિમાયા બાદ રઘુ શર્માની ગુજરાત મુલાકાત વધી છે. ગુજરાત મુલાકાત સમયે રઘુ શર્માએ એક નિવેદન આપતાં કહ્યું હતું કે પરપ્રાંતીયો ગુજરાતમાં ભય અનુભવી રહ્યા છે. આ નિવેદનને લઈ ગુજરાતમાં રાજનીતિ ગરમાઈ છે. પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલે રઘુ શર્માના નિવેદનને ગુજરાતીઓના અપમાન સમાન ગણાવ્યું છે. પાટીલે કહ્યું હતું કે કોરોનાકાળ દરમિયાન દેશમાં સૌથી વધુ પરપ્રાંતીયોને ગુજરાતીઓએ સાચવ્યા હતા. ગુજરાતમાં કોઈપણ જાતના ડર વગર પરપ્રાંતીયો રોજગાર મેળવી રહ્યા છે. રઘુ શર્મા રાજસ્થાનથી ધારાસભ્ય અને મંત્રી હોઈ પાટીલે તેમને સવાલ કરતાં કહ્યું હતું કે રાજસ્થાનમાંથી ઉદ્યોગકારો કેમ અન્ય રાજ્યમાં જઈ રહ્યા છે એ અંગેનો શર્માએ જવાબ આપવો જોઈએ.

ગુજરાત પ્રદેશ કૉંગ્રેસ પ્રભારી ડૉ. રઘુ શર્મા.
ગુજરાત પ્રદેશ કૉંગ્રેસ પ્રભારી ડૉ. રઘુ શર્મા.

શું કહ્યું હતું રઘુ શર્માએ?
ગુજરાત પ્રદેશ કૉંગ્રેસ પ્રભારી રઘુ શર્માએ નિવેદન આપતાં કહ્યું હતું કે ગુજરાતમાં ભાજપના રાજમાં બહારથી આવતા લોકો ભય અનુભવી રહ્યા છે. ગુજરાતમાં ભયમુક્ત વાતાવરણ હોવું જોઈએ. ગુજરાતની આર્થિક સ્થિતિમાં બહારના લોકોનો મોટો હાથ છે. ત્યારે રાજસ્થાન અને અન્ય પ્રદેશના લોકોને અહીં કેમ ભય અનુભવાય છે?

અન્ય સમાચારો પણ છે...