દોરા યજ્ઞ:મકરસંક્રાંતિ બાદ પક્ષીઓ માટે વિઘ્ન બનેલા લટકતા 25 કિલો દોરા ભેગા કરી સળગાવાયા

નવસારી4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ભગવાન મહાવીર કરુણા મંડળ ેઆ વર્ષે પણ 40થી વધુ ઇજાગ્રસ્ત પક્ષીઓને બચાવ્યાં

નવસારી જિલ્લામાં મકરસંક્રાંતિ પર્વમાં પતંગરસિયાઓએ પતંગ ચગાવી મોજ કરી હતી. જોકે, આ આનંદ કેટલાક પક્ષીઓ માટે ઘાતક બન્યો હતો. ધારદાર દોરીથી અનેક પક્ષીઓ ઘાયલ થયા હતા તેમજ કેટલાક પક્ષીઓએ જીવ ગુમાવ્યા હતા. મકરસંક્રાંતિના તહેવાર બાદ પણ શહેરમાં બિનજરૂરી લટકતા દોરા પક્ષીઓ માટે ઘાતક બની રહેતા આ બિનજરૂરી દોરા ખરીદીને તેને નાશ કરવાનું કામ ભગવાન મહાવીર કરુણા મંડળના સ્વયંસેવકોએ કર્યું હતું.

ભગવાન મહાવીર કરુણા મંડળ દ્વારા દર વર્ષે ઉત્તરાયણમાં પક્ષીઓ માટે તેમને કોઈપણ જાતની તકલીફ ઉભી નહીં થાય તે માટે માનવતારૂપી કામ કરતી હોય છે. દર વર્ષે ઉત્તરાયણ બાદ લટકી રહેલા દોરા પક્ષીઓ માટે ઘાતક સાબિત થાય છે. આવા દોરાઓ શહેરીજનો પાસેથી ખરીદવાની ભગવાન મહાવીર કરુણા મંડળે શરૂઆત કરી હતી. આ મંડળ દ્વારા 20 રૂપિયાના 200 ગ્રામના હિસાબે આશરે 25 કિલો દોરા લોકો પાસેથી ખરીદવામાં આવ્યાં હતા. આ ઘાતકી દોરાને વોલિયન્ટર્સ ગ્રુપ દ્વારા દોરાને ભેગો કરીનો તેનો બાળીને નાશ કરવામાં આવ્યો હતો. જેને દોરા યજ્ઞ નામ આપવામાં આવ્યું હતું.

સાથે જ લોકોને પણ ધારદાર દોરાને બિલ્ડીંગ એપાર્ટમેન્ટમાંથી દૂર કરવા અપીલ કરી હતી. દર વર્ષે અનેક પક્ષીઓ દોરામાં ભેરવાઇને મોતને ભેટે છે ત્યારે લોકોમાં જાગૃતિ આવે અને પક્ષીઓ પણ આકાશમાં નિર્ભય બનીને વિહરે તે માટે માનવતા દાખવવી એ આપણી સહિયારી ફરજ છે તેવી વાત કહી હતી. આ વર્ષે સતત 3 દિવસ માટે મિની વેકેશન સ્વરૂપે ઉત્તરાયણ ઉજવાઈ હતી, જેમાં 40થી વધુ પક્ષીને ભગવાન મહાવીર કરુણા મંડળ દ્વારા સારવાર આપીને નવજીવન અપાયું હતું.

અન્ય સમાચારો પણ છે...