ફરિયાદ:બારડોલી બાદ નવસારીમાં પણ યુવાન હનીટ્રેપનો ભોગ બન્યો

નવસારી4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વીડિયો વહેતો થતા પોલીસને જાણ કરવામાં આવી

બારડોલીમાં ભાજપના નગરસેવકને સોશિયલ મીડિયા પર મહિલાએ ફોન કરી લલચામણી વાતો કરી હનીટ્રેપમાં ફસાવીને રૂપિયાની માગ કરી હતી. આ ઘટનાના એક સપ્તાહ પણ ન થયું ત્યારે નવસારીમાં પણ એક યુવાન આવી રીતે હનીટ્રેપમાં ફસાયો હોય તેમણે પોલીસ કંટ્રોલ રૂમને જાણ કરી કાયદાકીય પગલાં લેવા માગ કરી હતી.

તાજેતરમાં વાપી અને બારડોલી ખાતે યુવાનોને મૈત્રીની લાલચ આપી વીડિયો કોલ કરી મહિલા ન્યૂડ થઇને સામેવાળાને પણ તેમ કરવા માટે ઉત્તેજિત કરીને વીડિયો અપલોડ કરી બ્લેકમેઇલ કરવાની ઘટના સામે આવી છે. જેમાં બારડોલીમાં 4 જેટલા વીડિયો વાયરલ થયા છે, ત્યારે નવસારીમાં પણ વોર્ડ નં.13માં આવેલો એક વિસ્તારમાં રહેતા અને ડ્રાઇવિંગનું કામ કરતો યુવાન પણ આવી જ રીતે સોશિયલ મીડિયા પર હનીટ્રેપનો ભોગ બન્યો હતો. ત્યારબાદ વીડિયો કોલ કરનાર મહિલા દ્વારા નાણાંની માગ કરાઇ હતી.

જેમાં આ યુવાનની આર્થિક સ્થિતિ નબળી હોય તેમણે નાણાં આપવાની ના પાડી હોય છતાં પણ વારંવાર નાણાંની માગ કરતા તેમણે નાણાં આપ્યા ન હતા. આ યુવાનનો શનિવારે વીડિયો સોશિયલ મીડિયામાં વહેતો થયો હતો. જે બાબતે આ યુવાને પોતે મહિલાનો ભોગ બન્યો છે તેમ નવસારી પોલીસ કંટ્રોલમાં આ બાબતે જાણ કરી કાયદાકીય કાર્યવાહી કરવા માટે અનુરોધ કરવામાં આવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...