મેઘાની પધરામણી:નવસારી જિલ્લામાં લાંબા સમય બાદ વરસાદ, જિલ્લાના ખેડૂતોમાં ખુશી વ્યાપવા સાથે વાતાવરણમાં ઠંડક પ્રસરી

નવસારી2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • વહેલી સવારથી વરસી રહેલા ધીમી ધારના અવિરત વરસાદ

આ વર્ષે ચોમાસાની સીઝન નિષ્ફળ ગઈ છે એવું માનીને જિલ્લાના ખેડૂતો નહેર આધારિત ખેતી કરવા મજબૂર બન્યા હતા,ત્યારે શ્રાવણ માસ શરૂ થયો હોવા છતાં પણ વરસાદનું નામોનિશાન ન હતું ત્યારે આજે અનેક દિવસો બાદ વરુણદેવ રિઝાતા વહેલી સવારથી વરસાદ વરસવાની શરૂઆત થતા શહેર માંથી કાળઝાળ ગરમી દૂર થઈ હતી.

નવસારી જિલ્લામાં ખેડૂતો મુખ્યત્વે ડાંગર અને શેરડીનો પાક ની વાવણી કરે છે, ત્યારે નવસારી જલાલપુર ચીખલી ગણદેવી જેવા તાલુકામાં વરસાદ ન વરસે તો નહેરના પાણીથી કામ ચાલી જાય છે પણ વાંસદા અને ખેરગામ જેવા અંતરિયાળ તાલુકાઓમાં ખેડુતો વરસાદ આધારિત જ ખેતી પર નિર્ભર હોય છે. ડાંગર વાવતા ખેડૂતોમાં વરસાદ નહીવત થતાં નિરાશા વ્યાપી હતી જેને પગલે આજે વહેલી સવારથી વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદ અવિરત વરસતા શહેરીજનોને ગરમી અને બફારાથી મુક્તિ મળવા સાથે ખેડૂતોને પણ રાહત થઇ છે.

શહેરમાં ગરમી એ હદ વટાવી હતી બફારાથી શેકાયેલા લોકો વરસાદની કાગડોળે રાહ જોઇ રહ્યા હતા,ત્યારે વહેલી સવારથી વરસી રહેલા ધીમી ધારના અવિરત વરસાદે વાતાવરણમાં ઠંડક વધારી છે.સવરે 6 થી 10 વાગ્યા સુધીમાં આંકડા

નવસારી-00,જલાલપોર-02,ગણદેવી-06,ચીખલી-04,ખેરગામ-06વાંસદા-04 જીલ્લામાં આવેલા નદીઓની સપાટીપૂર્ણા 10 (ભયજનક 23 ફૂટ),અંબિકા 07(ભયજનક 28ફૂટ), કાવેરી 08(ભયજનક 23ફૂટ)જીલ્લામાં આવેલા ડેમો સપાટીજૂજ ડેમ 161.40(ઓવરફ્લો 166.50),કેલિયા 108.80 (ઓવરફ્લો 113.50)