નિર્ણય:નુડા બન્યાના 7 વર્ષ બાદ ‘વિકાસ ચાર્જ’ અંગેનો મુસદ્દો બનાવાયો

નવસારી14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • અધિસૂચના દ્વારા વાંધા, સૂચનો મંગાવાયા

નવસારી અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી (નુડા)ના બોર્ડની બેઠક મળી હતી.. જેમાં ચેરમેન સહિતનાસભ્યો હાજર રહ્યાં હતા. બેઠકમાં અન્ય કેટલાક મુદ્દાઓ સાથે ‘વિકાસ ચાર્જ’ અંગે ચર્ચા થઇ હતી અને નિર્ણય લેવામાં આવ્યો હતો. વિકાસ દર રહેણાંક, વાણિજ્ય, ઔદ્યોગિક, ખેતીવાડી, જાહેર હેતુ અને શૈક્ષણિક તથા અન્યો માટે ખુલ્લી જમીન અને બાંધકામના ચોરસ મીટરના દર નક્કી કરવામાં આવ્યા હતા. જે ચાર્જ અંગેનોમુસદ્દો તૈયાર કરવામાં આવ્યો છે.

તેની અધિસૂચના જારી કરી 3 મહિનાની અંદર વિકાસ ચાર્જ સંદર્ભે વાંધા કે સૂચનો હોય તે રજૂ કરવા જણાવાયું છે. વાંધા સૂચનોનીમુદત બાદ રાજ્ય સરકારની મંજૂરી માટે દરખાસ્ત કરાનારહોવાનું જાણવા મળે છે. અહીં ઉલ્લેખનીય છે કે, ડિસેમ્બર-2015મા નુડાની રચના થયાને 7 વર્ષ બાદ વિકાસ ચાર્જ અંગેનો મુસદ્દો બનાવવામાં આવ્યો છે.

3 ટી.પી. સ્કિમના વાંધા પણ મંગાવાયા
નુડાની મળેલ મિટીંગમાં મુસદ્દારૂપ દરખાસ્ત 3 ટી.પી. સ્કિમની તૈયાર કરવામાં આવી છે. ઉક્ત દરખાસ્ત સંદર્ભે હવે વાંધા અને સૂચનો મેળવવા અધિસૂચના જાહેર કરાઇ છે.

નુડા વિસ્તારમાં સતત ફેરફારથી વિલંબ
7-7 વર્ષ બાદ વિલંબથી વિકાસ ચાર્જ નક્કી કરવાના આમ તો અનેક કારણો છે. એક કારણ નુડાની રચના બાદ વિસ્તાર પણ બદલાતો રહ્યો છે. 97 ગામથીલઈને ઘટતા ઘટતા હવે 17 ગામ જ વિસ્તારમાં રહ્યાં છે. જેને લઈને ડી.પી. મોડો બન્યો અને ટી.પી. સ્કિમોનામુસદ્દા બનવાનું પણ મોડુ શરૂ કરાયું છે.

અન્ય સમાચારો પણ છે...