તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મન્ડે પોઝિટિવ:નવસારીમાં 40 દિવસ બાદ પાણીનો કાપ ઉઠાવાયો, હવે અઠવાડિયાના 3 દિવસ બે ટાઈમ પાણી મળશે

નવસારી22 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • દુધિયા તળાવ છલોછલ ભરાતા પાણીકાપ હળવો કરવાનો પાલિકાનો નિર્ણય

આખરે નવસારીમાં 40 દિવસથી મુકાયેલ પાણીકાપ ઉઠાવી લેવાનો નિર્ણય લેવાયો છે. દરરોજ એક જ ટાઈમ પાણી આપવાને બદલે હવે નગરપાલિકા અઠવાડિયાના 3 દિવસ બે ટાઈમ પાણી આપશે. નહેરના પાણી ઉપર ચાલતી જૂની નવસારી નગરપાલિકાના હદ વિસ્તારમાં નહેરનું પાણીનું રોટેશન લંબાતા ડિસેમ્બરમાં પાલિકાએ લગભગ 1 મહિનો (27 જાન્યુઆરી સુધી) શહેરીજનોને દરરોજ એક જ ટાઈમ પાણી આપવાની જાહેરાત કરી તે મુજબ પાણીકાપ મૂકી પાણી આપવાની શરૂઆત કરી હતી.

નહેરના પાણીથી પાણી યોજનાના બંન્ને તળાવ દુધિયા તળાવ અને જલાલપોરનું દેસાઈ તળાવ 27 જાન્યુઆરી સુધીમાં પૂરતા ન ભરાતા 27મીએ પાણીકાપ પાલિકા ઉઠાવી શકી ન હતી અને કાપ જારી રાખ્યો હતો. જોકે હવે દુધિયા તળાવ ભરાતા પાણીકાપ હટાવવાનો નિર્ણય લીધો છે. હાલ જે રોજ એક જ ટાઈમ પાણી અપાઈ રહ્યું છે તેની જગ્યાએ અઠવાડિયાના ત્રણ દિવસ મંગળવાર, ગુરૂવાર અને શનિવાર બે ટાઈમ પાણી પાલિકા આપશે.

અન્ય 4 દિવસ એક જ ટાઈમ પાણી આપશે.બોક્સ હવે 4 દિવસ નહી 3 દિવસ જ બે ટાઈમ પાણીnદરરોજ એક જ ટાઈમ પાણી આપવાનો નિર્ણય લેવાયો ત્યારે પાલિકા અઠવાડિયામાં 4 દિવસ બે ટાઈમ અને ત્રણ દિવસ એક ટાઈમ પાણી શહેરીજનોને આપતી હતી. જોકે હાલ અગાઉની જેમ અઠવાડિયાના 4 દિવસ નહીં પણ 3 જ દિવસ બે ટાઈમ પાણી આપવાનો નિર્ણય લેવાયો છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે જીવનમા કોઇ ફેરફાર આવશે. તેને સ્વીકારવો તમારા માટે ભાગ્યોદયકારક રહેશે. પરિવારને લગતા કોઇ મહત્ત્વપૂર્ણ મુદ્દા અંગે ચર્ચા-વિચારણામાં તમારી સલાહને મહત્ત્વ આપવામાં આવશે. નેગેટિવઃ- રૂપિયાની...

  વધુ વાંચો