નવસારી નગરપાલિકાની ઢોર પકડવાની કામગીરી ધીમી થતા રખડતા ઢોરે હવે જુનાથાણા ન્યાય મંદિરમાં આશરો લેવાનું શરૂ કર્યું અને વાહનને નુકસાન પણ કરતા એડવોકેટે કલેકટર અને પાલિકા પ્રમુખને ઓનલાઈન ફરિયાદ કરી સમસ્યાનો ત્વરિત ઉકેલ આવે તેવી માંગ કરી હતી.
આ બાબતે એડવોકેટ અમિત કચવે એ જણાવ્યું કે નવસારી જિલ્લા કોર્ટ કેમ્પસમાં અસંખ્ય ઢોરો એકઠા થઇ વકીલોના ટેબલો અને પાર્ક કરેલી ગાડીઓને નુકસાન પહોંચાડી રહ્યાં છે. અસીલો કોર્ટની અંદર હાજરી માટે આવે તેમના વાહનોને પણ નુકસાન થઈ રહ્યું છે.
વકીલોની બેસવાની જગ્યા તેમજ વકીલો માટે પાર્કિંગમાં બેસી રહેતા રખડતા ઢોરોના કારણે ઠેર ઠેર ગંદવાડો થઈ રહ્યો છે અને કેટલીકવાર તો ઢોરો હિંસાત્મક થઈ જવાને કારણે વકીલો અને અસીલોના જીવ તાળવે ચોંટી જાય છે. આ બાબતે કલેકટર અને નવસારી-વિજલપોર પાલિકામાં ઓનલાઈન ફરિયાદ કરી સમસ્યાનું ત્વરિત નિરાકરણ કરવામાં આવે તેમ જણાવ્યું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.