રજૂઆત:નવસારીમાં સ્ટ્રીટલાઈટના પોલ ઉપર જાહેરાતો ગેરકાયદે?

નવસારી3 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પાલિકાના ઉપડંડકે તે દૂર કરવા રજૂઆત કરી

નવસારી શહેરમાં પાલિકાના પોલ ઉપર લગાવાયેલ જાહેરાતો ગેરકાયદે હોય તે તાત્કાલિક અસરથી દૂર કરવા ખુદ પાલિકાના ઉપદંડકે રજૂઆત કરવી પડી છે. નવસારી શહેરમાં મોટી સંખ્યામાં સ્ટ્રીટલાઈટો મૂકવામા આવી છે. આ લાઈટોના બધા નહીં પણ ઘણા પોલ ઉપર જાહેરાતો હાલ જોવા મળે છે. આમ તો ભૂતકાળમાં આ જાહેરાતો માટે નાણાં વસૂલવામાં આવતા હતા પણ હાલ નાણાં વસૂલાયા નહીં હોવાનુ ખુદ પાલિકાના જવાબદાર ઉપદંડક જ કહી રહ્યાં છે.

આ મુદ્દે પાલિકાના નગરસેવક અને ઉપદંડકે ચીફ ઓફિસરને રજૂઆત કરતા જણાવ્યું કે પાલિકા દ્વારા જાહેરાતનો ઈજારો આપવામાં આવ્યો નથી અને મફતમાં જાહેરાત કરવામાં આવે છે. આ સ્થિતિમાં સ્ટ્રીટ લાઈટના પોલ ઉપર લગાવાયેલ હોર્ડિંગ, બેનર સહિત તમામ પ્રકારની જાહેરાતો તાત્કાલિક અસરથી દૂર કરાય તેવી માગ કરી છે. વધુમાં જાહેરાતના ઇજારાનું કામ આવનાર કમિટીના લાવી ટેન્ડર પ્રક્રિયા બહાર પડવાની પ્રક્રિયા પણ હાથ ધરાય એવી રજૂઆત કરી છે.

અન્ય સમાચારો પણ છે...