નવા વર્ષમાં નવસારીમાં રોજિંદા 50 હજાર જેટલા એસ ટી બસમાં મુસાફરી કરતા મુસાફરોને અદ્યતન એસ ટી ડેપો મળશે. 17 કરોડના અંદાજિત ખર્ચે બસ ડેપો બની રહ્યો છે. જેનું 80 ટકાથી વધુ કામ પૂર્ણ થઈ ચૂક્યું છે રાજ્યના કેટલાક શહેરોની સાથે નવસારીમાં પણ જૂના એસ ટી બસ ડેપોની જગ્યાએ નવો બસ પોર્ટ બનાવવાનો નિર્ણય લેવાયો હતો. આ પોર્ટના અન્ય સુવિધાઓની સાથે મુખ્યત્વે એસ ટી બસોમાં મુસાફરી કરનારાઓ માટે બસ ડેપો પણ છે. આમ તો ઘણા સમયથી તેનું કામ ચાલી રહ્યું છે, પરંતુ કોવિડને લઈને તે બનવામાં થોડો સમય વધુ લાગ્યો છે. જૂના ડેપોની જગ્યાએ જ બની રહેલ પોર્ટમાં ઉત્તર બાજુએ એસ ટી બસો માટે બની રહેલ ડેપોનું 80 ટકાથી વધુ કામ પૂરું થઈ ચૂક્યું છે અને 2023ની સાલમાં નવસારીના લોકોને અદ્યતન ડેપો મળી જશે.
નવસારી ડેપો હસ્તક 85 એસ ટી બસો છે.ઉપરાંત. જેટલી બસો ગુજરાતના અને અન્ય રાજ્યના ડેપોની પણ 250થી વધુ જેટલી આવે છે. આ તમામ બસો માટે તથા અહીથી આવનજાવન કરતા રોજિંદા હજારો મુસાફરોને આધુનિક સુવિધાઓ મળશે. ડેપો સંચાલકોને અહીથી થતાં રોજના નવસારી ડેપોની 545 અને બહારની 900 જેટલી ટ્રીપોના સંચાલનમાં પણ સરળતા રહેશે. મહત્વની બાબત એ છે કે જૂના ડેપોમાં જે સુવિધા હતી તે તો મળશે સાથે વર્તમાન સમયને ધ્યાને લઈ નવી સુવિધાઓ પણ ઉભો કરાઈ છે.
ડેપોમાં હશે આ સુવિધાઓ
10 જેટલા બસ માટેના પ્લેટફોર્મ ,મુસાફરો માટે મોટો વેઇટિંગ એરિયા ,બેસવાની જગ્યા , લેડીઝ વેઈતિંગ રૂમ અને પ્રથમવખત ફીડિંગ રૂમ પણ તેને સંલગ્ન કેન્ટિંગ ,8થી 10 દુકાનો, પાર્સલ રૂમ, બસમાંથી મુસાફરોને ચઢવા અને ઉતરવાની અલગ જગ્યા , ટિકિટ બારી ,મેનેજર અને સ્ટાફની ઓફિસો , ટી એસ ઓફિસ , શૌચાલય , બાથરૂમ , સી સી ટી વી કેમેરાઓ, વિગેરે .
વર્કશોપનું કામ બાદમાં શરૂ થશે
નવસારી શહેરમાં એસ ટી ડેપોની સાથે જ્યાં હાલ વર્કશોપ વિગેરે કાર્યરત છે ત્યાં નવો વર્કશોપ પણ બનાવવામાં આવનાર હોવાનું જાણવા મળે છે. ડેપો કાર્યરત થઇ ગયા બાદ વર્કશોપનું કામ શરૂ થનાર છે. ડેપો અને વર્કશોપ બન્ને મળી ખર્ચ 17.43 કરોડ રૂપિયા હોવાનુ જાણવા મળે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.