સશક્તિકરણ:કિશોરીઓને તાલીમ આપી પગભર કરાઇ રહી છે

નવસારી5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ચોવીસીની શાળામાં 144 કિશોરીઓને સ્નેહા પ્રોજેક્ટ અંતર્ગત માર્ગદર્શન

નવસારીના કબીલપોર ખાતે આવેલ આર.ડી.પટેલ હાઇસ્કુલમાં જિલ્લા પંચાયત દ્વારા શરૂઆત કરેલ સ્નેહા પ્રોજેકટમાં કિશોરીઓના સર્વાંગી વિકાસ માટે સારી કામગીરી થઈ રહી છે. જેના માટે સપ્તાહમાં સ્પોકન ઈંગ્લીશના વર્ગો, પૌષ્ટિક નાસ્તો, હેર સ્ટાઈલ, રાખડી બનાવવી વગેરે પ્રવૃતિઓનું માર્ગદર્શન આપી શીખવવામાં આવે છે.

કબીલપોરની આર.ડી.પટેલ હાઇસ્કૂલમાં સ્નેહા પ્રોજેક્ટ અંતર્ગત તા.29/11/21થી શરૂઆત થઈ હતી. આ પ્રોજેક્ટમાં અઠવાડિયાના ત્રણ દિવસ સોમ, બુધ અને શુક્રવારે ધોરણ 9 અને 11ની કિશોરીઓનો સંપૂર્ણ વિકાસ માટે આ પ્રોજેક્ટનું આયોજન કરેલું છે. દર સોમવારે સ્પોકન ઈંગ્લીશના વર્ગો ચલાવવામાં આવે છે. વિદ્યાર્થીનીઓને સ્પોકન ઈંગ્લીશ શીખવા માટે શિક્ષકોએ સેવા આપે છે. સૌ વિદ્યાર્થિનીઓ આ વર્ગમાં સમયસર આવી ઉત્સાહભેર ભાગ લે છે. રોજિંદા વ્યવહારનું સ્પોકન ઈંગ્લીશનું વિદ્યાર્થીઓને જ્ઞાન પીરસવામાં આવે છે. દર સોમવારે દૂધ અને સુખડીનો નાસ્તો આપવામાં આવે છે. વિદ્યાર્થીનીઓને સ્પોકન ઇંગલિશના વર્ગો સ્નેહા પ્રોજેક્ટ અંતર્ગત દરેક કિશોરીઓનું PHC દ્વારા મેડીકલ ચેકઅપ પણ કરવામાં આવે છે. કિશોરીઓ કુપોષિત રહી ન જાય તેનું પણ ધ્યાન રાખવામાં આવે છે.

દર મહિનાના છેલ્લા શનિવારે જોયફૂલ સેટર ડે અંતર્ગત મોટીવેશન સ્પીચ, રમત દ્વારા જ્ઞાન, આનંદ- પ્રમોદની પ્રવૃત્તિઓ તેમજ આરોગ્યપ્રદ નાસ્તો આપી વિદ્યાર્થીઓનો સર્વાંગી વિકાસ થાય તેની કાળજી રાખવામા આવે છે. સમગ્ર કાર્યક્રમમાં ડેપ્યુટી DDO મેડમ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ માટે કબીલપોર ચોવીસી કેળવણી મંડળના પ્રમુખ અજિતભાઈ દેસાઈ, ઓમપ્રકાશ અગ્રવાલ સહિત ટ્રસ્ટીઓ પણ સારું યોગદાન આપી રહ્યા છે.

કિશોરીઓ માટે સર્વાંગી વિકાસનો પ્રોજેક્ટ
અમારી શાળામાં 29/11/21થી સરકારની કિશોરીઓના સર્વાંગી વિકાસ માટે સ્નેહા પ્રોજેકટની શરુઆત કરવામાં આવી છે. જેમાં 144 કિશોરીઓના સર્વાંગી વિકાસ માટે પ્રવુતિ કરાય છે. આ પ્રોજેક્ટમાં માટે નૉડલ અધિકારીઓ, સી.આર.સી અને શાળાનો શૈક્ષણિક સ્ટાફ તથા બિનશૈક્ષણિક સ્ટાફ જોડાઈને પ્રોજેક્ટને સફળ બનાવવાના તમામ પ્રયત્નો કરે છે. > અલ્પેશ કાચા, આચાર્ય, આર.ડી પટેલ હાઇસ્કૂલ, ચોવીસી

અન્ય સમાચારો પણ છે...