તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નિર્ણય:રાજ્ય બહારના વ્યક્તિનો RTPCR ટેસ્ટ નેગેટિવ હશે તો જ પ્રવેશ અપાશે

નવસારી10 દિવસ પહેલા
 • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
 • નવસારી કલેકટરના અધ્યક્ષસ્થાને ટાસ્ક ફોર્સની બેઠક મળી

નવસારી જિલ્લા કલેકટર કચેરીના સભાખંડમાં જિલ્લા કલેકટર આર્દ્રા અગ્રવાલના અધ્યક્ષસ્થાને કોવિડ- 19 વેક્સિન જિલ્લા ટાસ્ક ફોર્સની બેઠક યોજાઇ હતી.જિલ્લા કલેકટર અગ્રવાલે જણાવ્યું હતું કે, 1લી એપ્રિલથી ગુજરાત સરકારના આરોગ્ય અને કુંટુંબ કલ્યાણ વિભાગ દ્વારા એપિડેમિક ડિસિઝ એક્ટ એટલે કે રોગચાળા નિયત્રંણ કાયદા અંતર્ગત કેટલાંક પ્રતિબંધો મૂકવામાં આવ્યા છે. જે લોકો અન્ય રાજયોમાંથી ગુજરાતમાં પ્રવેશે છે, ખાસ કરીને જિલ્લાની વાત કરીએ તો મહારાષ્ટ્ર અને દિલ્લીમાંથી લોકો નવસારીમાં પ્રવેશતા હોય છે

ત્યારે જે પણ અન્ય રાજયોમાંથી જિલ્લામાં પ્રવેશે છે તે તમામ લોકોએ આરટીપીસીઆર ટેસ્ટ ફરજીયાત કરેલો હોવો જોઇએ તેમજ 72 કલાકની અંદરનો રિપોર્ટ હોવો જોઇએ, રિપોર્ટ નેગેટિવ હોવો જોઇએ, તો જ તેઓ જિલ્લામાં પ્રવેશ કરી શકશે. આ ઉપરાંત જિલ્લામાં સરહદેથી પ્રવેશ કરનાર સૌનું મેડીકલ સ્ક્રિનિગ પણ કરવામાં આવશે. વધુમાં કલેકટરે જણાવ્યું હતું કે, જે લોકોએ કોરોના વેક્સિનનો પ્રથમ ડોઝ લીધો હોઇ તો તેમણે સમયમર્યાદામાં બીજો ડોઝ લેવો ખૂબ જરૂરી છે. જેથી કોરોના સામે રક્ષણ મળી શકે.

નવસારી જિલ્લાની શાળાઓએ એસ.ઓ.પી.નું પાલન, શાળાઓમાં સેનેટાઇઝ કરવાની સૂચના આપી હતી. આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી પ્રશસ્તિ પારીક, નાયબ પોલીસ અધિક્ષક બી.એસ.મોરી, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. ભાવસાર, પ્રાંત અધિકારીઓ તેમજ જિલ્લાના અમલીકરણ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...

  વધુ વાંચો