તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Navsari
  • Administrators Send Application To Additional Collector Seeking Permission To Start Tuition Classes As Corona Transition In Navsari Eases

રજૂઆત:નવસારીમાં કોરોનાનું સંક્રમણ હળવું થતા ટ્યૂશન ક્લાસિસ શરૂ કરવા માટે છૂટ આપવાની માગ, સંચાલકોએ અધિક કલેટરને આવેદનપત્ર પાઠવ્યું

નવસારી3 મહિનો પહેલા
  • આખું ઇન્ડિયા અનલોક અને ક્લાસીસ ને તાળું' એવા સૂત્ર સાથે રજૂઆત કરાઈ

નવસારી જિલ્લામાં કારમી આર્થિક કટોકટીનો સામનો કરી રહેલા ટ્યૂશન સંચાલકોએ સોમવારે જિલ્લા કલેકટર કચેરીમાં વર્ગો શરૂ કરવાની પરવાનગી માંગી આવેદનપત્ર આપ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં ખાનગી કોચિંગ કલાસના સંચાલકો ઉપસ્થિત રહ્યાં હતા.

ગુજરાત ફેડરેશન ઓફ એકેડેમિક એસોસિએશન ગુજરાત રાજ્ય દ્વારા રાજ્યમાં ટ્યૂશન કલાસ ખોલવા માટે આવેદનપત્ર અપાયા હતા. નવસારીમાં પ્રમુખ કૌશિક દેસાઈ, રાકેશભાઈ, પરવીન દેસાઈ, મહેશ પુરોહિત સહિત ટ્યૂશન વર્ગોના સંચાલકોએ પોતાની માંગ માટે ધારાસભ્ય અને કલેકટરને ઉદ્દેશીને આવેદનપત્ર આપ્યું હતું. આવેદનપત્રમાં જણાવ્યું કે સંપૂર્ણ ઇન્ડિયામાં અનલોક અને ટ્યૂશન કલાસીસને તાળુ કેમ તેવા સવાલ સાથે જણાવ્યું કે કલાસીસ ખોલવા મિલકતવેરો માફ કરવા, લાઈટબીલમાં રાહત આપવા અને કલાસીસના સંચાલકોને રાહત પેકેજ આપવા જણાવ્યું હતું. કોરોના હવે કાબૂમાં આવી ગયો છે. મૃત્યુદર શૂન્ય છે, કેસો નહિંવત છે. વાલીઓ અને વિદ્યાર્થીઓ પણ સહમત છે. જેમ તમામ વેપાર-ધંધા, વ્યવસાય ખૂલી ગયા, મંદિર, મસ્જિદ, ચર્ચ, જીમ, સ્વિમિંગ પુલ તો ટ્યૂશન કલાસીસ કેમ નહીં. રાજ્યમાં 1 લાખથી વધુ નાના-મોટા ટ્યૂશન કલાસ ચાલે છે. 15 લાખ શિક્ષકો અને તેના પરિવાર જોડાયેલા છે. હજુ 15 માસ મહિના બાદ પણ કલાસીસ ચાલુ ન થતા શિક્ષકો અને તેમના પરિવારનું આર્થિક ગુજરાન ચલાવવા અન્ય ધંધા અપનાવવા પડ્યાં છે. ઘણા શિક્ષકોએ આત્મહત્યા કરી લીધી છે. આવા શિક્ષકો પાસે રોજગારના અન્ય વિકલ્પ નહીં હોય સરકારે રાહત આપવી જોઈએ. બાળકો 15 માસથી ઓનલાઈન અભ્યાસ કરી રહ્યાં છે. ઓનલાઇન અભ્યાસમાં ફાયદા કરતા વધુ ગેરફાયદા છે. ઓનલાઇન શિક્ષણથી ધોરણ-10 અને 12ના છાત્રોનું ભવિષ્ય અંધકાર તરફ ધકેલાઈ જશે. ગામડાઓમાં ઈન્ટરનેટની સમસ્યા છે, છાત્રોની માનસિક હાલત કફોડી બની છે.

અનેક શિક્ષકોના પરિવાર ટ્યૂશન ક્લાસ પર નિર્ભર
નવસારી જિલ્લામાં શિક્ષકોની હાલત કપરી બની છે. નવસારી જિલ્લામાં ટયૂશન એસો.માં 100 સંચાલકો જોડાયેલા છે પણ 400થી વધુ ટ્યૂશન ચાલી રહ્યા છે. 15 માસથી બેકાર બનેલા શિક્ષકોના ફેમિલી માત્ર ટ્યૂશન વર્ગો ઉપર જ આધારિત છે. ઘણાં શિક્ષકો અન્ય વેપાર-ધંધા તરફ વળ્યાં છે. સરકાર રાહત આપે અને ટ્યૂશન ખોલવા માટે મંજૂરી આપે તો અમે દરેક સૂચનાનું પાલન કરીશું. > મહેશ પુરોહિત, સંચાલક, ટ્યૂશન કલાસ

50 ટકા બેઠક પ્રમાણે મંજૂરી આપો
માત્ર ટ્યૂશન વર્ગ ઉપર નભતા શિક્ષકોએ કલાસીસનું ભાડું, સ્ટાફનો પગાર, લાઈટબીલ-મિલકત વેરા ભરવા સાથે લીધેલી લોન પણ ભરવી પડે છે. આજે માસ પ્રમોશન થવાથી 100 પૈકી 50 ટકા વાલીઓ પોતાના બાળકોને ટ્યૂશન મુકવા માટે ના પાડતા હોય છે. 10 ટકા વાલીઓ ટ્યૂશન ફી ભરવામાં હકારાત્મક છે. હાલમાં કોરોનાના કારણે ધંધા-ઉદ્યોગો બંધ છે. વાલીઓની પરિસ્થિતિ કપરી છે છતાં અમને 50 ટકા બેઠક સાથે વર્ગ ખોલવાની પરવાનગી આપવામાં આવે તો અમે સોશિયલ ડિસ્ટન્સ, સેનેટાઈઝ સહિત સરકારી માર્ગદશિકા મુજબ શરતોનું પાલન કરીશું. સરકારને સમગ્ર જિલ્લામાંથી રજૂઆત કરવામાં આવી છે. > રાકેશભાઈ, સંચાલક, ટયૂશન કલાસ

છાત્રોનો પાયો કાચો રહેવાની શક્યતા
હાલમાં કોરોનાના કારણે છાત્રોને માસ પ્રમોશન મળ્યું છે. ઘણાં છાત્રોનો પાયો કાચો રહેશે. બાળકોને ઓનલાઇનમાં અભ્યાસ કરવાથી તેમને સમજ પડે છે કે કેમ તેનો ખ્યાલ આવતો નથી. વર્ગમાં અભ્યાસ કરે તેમાં સમજ પડે તે ઓનલાઇનમાં પડતી નથી. > દીપ્તિ દેસાઈ, વાલી, જલાલપોર ​​​​​​​

અન્ય સમાચારો પણ છે...