• Gujarati News
  • Local
  • Gujarat
  • Navsari
  • Addressing The Prime Minister's Assembly In Navsari, It Was As If The Former MLA Left A Note In His Hand, Piyush Desai Revealed The Secret In The Conversation.

આખરે શું હતું ચિઠ્ઠીમાં?:નવસારીમાં વડાપ્રધાન સભા સંબોધીને જેવા નીકળ્યા કે પૂર્વ ધારાસભ્યે એક ચિઠ્ઠી હાથમાં થમાવી દીધી, વાતચીતમાં પીયૂષ દેસાઈએ ખોલ્યું રહસ્ય

નવસારી15 દિવસ પહેલા

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીને હવે આંગળીના વેઢે ગણાય એટલા જ દિવસ બાકી રહ્યા છે. ત્યારે કેન્દ્રના નેતાઓ ગુજરાતના ખૂણે ખૂણે સભાઓ ગજવી રહ્યા છે. આ વચ્ચે એક ચિઠ્ઠી ચર્ચામાં આવી છે. સોમવારે નવસારીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સભા હતી, જેમાં પૂર્વ ધારાસભ્ય પીયૂષ દેસાઇએ PM મોદીને એક ચિઠ્ઠી આપી હતી. આખરે આ ચિઠ્ઠીમાં પૂર્વ ધારાસભ્યે શું લખ્યું હતું એ જાણવા માટે સમગ્ર શહેરમાં ચર્ચાઓનો દૌર શરૂ થયો છે.

PM મોદીને ચિઠ્ઠી આપી રહેલા પીયૂષ દેસાઈ.
PM મોદીને ચિઠ્ઠી આપી રહેલા પીયૂષ દેસાઈ.

16 સેકન્ડમાં ચિઠ્ઠી આપી
ગત રોજ નવસારી શહેરમાં પણ ચાર બેઠકના ઉમેદવારના પ્રચારનો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સ્ટેજ પર પ્રવેશતાં જ નવસારીના પૂર્વ ધારાસભ્ય પીયૂષ દેસાઈને મળ્યા હતા અને તેમની દીકરી ક્યાં બેસી છે એ અંગે પૂછપરછ કરી હતી. આ કાર્યક્રમ પૂર્ણ થયા બાદ વડાપ્રધાન પરત ફરી રહ્યા હતા ત્યારે ફરીવાર 16 સેકન્ડ જેટલો સમય ધારાસભ્યની વાત સાંભળે છે. એ દરમિયાન પૂર્વ ધારાસભ્યે પોતાના ગજવામાં રહેલી ચિઠ્ઠી વડાપ્રધાનને સોંપે છે.

વડાપ્રધાને ચિઠ્ઠી ગજવામાં મૂકી.
વડાપ્રધાને ચિઠ્ઠી ગજવામાં મૂકી.

પીયૂષ દેસાઈએ ચિઠ્ઠીનું રહસ્ય ખોલ્યું
આ અંગે પીયૂષ દેસાઈના જણાવ્યા અનુસાર, તેમની દીકરી પ્રાચી દેસાઈએ વડાપ્રધાનને ચિઠ્ઠી લખી હતી, જે તેમણે PM સુધી પહોંચાડી હતી. એમાં ખાસ કંઈ ન હોવાની વાત પીયૂષ દેસાઈએ જણાવી હતી, પરંતુ ગઈકાલથી નવસારી શહેરમાં આ ચિઠ્ઠીને લઈને ભાજપ સહિત અન્ય પક્ષોમાં ચર્ચાએ જોર પકડ્યું છે.

3 વર્ષ અગાઉ સ્વ.દિનકર દેસાઈ પ્રાચી દેસાઈને લઈને PMના નિવાસસ્થાને મળ્યા હતા.
3 વર્ષ અગાઉ સ્વ.દિનકર દેસાઈ પ્રાચી દેસાઈને લઈને PMના નિવાસસ્થાને મળ્યા હતા.

પીયૂષ દેસાઈની ટિકિટ ભાજપે કાપી
પૂર્વ ધારાસભ્ય પીયૂષ દેસાઈના પિતા સ્વ.દિનકર દેસાઈ સાથે પણ વડાપ્રધાન મોદીને ઘરોબો હતો. 3 વર્ષ અગાઉ તેઓ પૌત્રી પ્રાચી દેસાઈ સાથે દિલ્હીમાં PMના નિવાસસ્થાને મળી આવ્યા હતા. ત્યારથી ધારાસભ્યની દીકરી પ્રાચી દેસાઈ સતત PM મોદીના સંપર્કમાં છે. જોકે આ વખતે પીયૂષ દેસાઈની ભાજપે ટિકિટ કાપી છે. ટિકિટ ન મળતાં પીયૂષ દેસાઈ હાલ સંગઠનમાં જવાબદારી નિભાવી રહ્યા છે, ત્યારે આગામી દિવસોમાં પોતાની દીકરી માટે રાજકીય ભવિષ્યને ધ્યાનમાં રાખીને અત્યારથી જ પ્લેટફોર્મ બનાવવાની રણનીતિ જાણે પૂર્વ ધારાસભ્યએ ઘડી હોય એમ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સ્ટેજ પર જ પોતાની વાત કહી હોવાની સંભાવના સાથે ચિઠ્ઠી આપી હતી.

પ્રાચી દેસાઈ સતત PM મોદીના સંપર્કમાં.
પ્રાચી દેસાઈ સતત PM મોદીના સંપર્કમાં.

આ મોદીનો વટ તમારા વોટમાં છેઃ PM
તેમણે સોમવારે નવસારીમાં સભાને સંબોધતાં મતદારોને કહ્યું હતું કે તમારા વોટની તાકાતથી આજે ગુજરાત નંબર વન છે. આ મોદીનો વટ પણ તમારા વોટમાં છે. તમારો વોટ છે તો મોદીનો વટ છે. વડાપ્રધાને ચીકુ પકવતા ખેડૂતોને યાદ કર્યા હતા. PMએ કહ્યું હતું કે નવસારીનાં ચીકુ દિલ્હીમાં વેચાઈ રહ્યાં છે. દિલ્હીમાં ચીકુ પહોંચે એ માટે ખાસ ટ્રેન ચાલી રહી છે. નવસારીનાં ચીકુ દિલ્હીમાં ચમકારો મારે એ કામ આપણે કર્યું છે. દિલ્હીમાં બધા નેતાઓ નવસારીનાં ચીકુ ખાતા થઈ ગયા છે. હવે કમનસીબી એ છે કે ચીકુ નવસારીના ખાય અને ગાળો અહીં આવીને આપે છે.

પીયૂષ દેસાઈ અને પ્રાચી દેસાઈ.
પીયૂષ દેસાઈ અને પ્રાચી દેસાઈ.

ભૂતકાળની સરકાર માછીમારોને તેના નસીબ પર છોડી દેતી હતી
ગુજરાત પાસે લાંબામાં લાંબો સમુદ્રકિનારો છે, પરંતુ ગુજરાતમાં ભૂતકાળમાં સરકાર માછીમારાનો તેની હાલત પર છોડી દેતી હતી. અમે નક્કી કર્યું કે આ માછીમાર પણ દેશની તાકાત છે. બ્લૂ ઈકોનોમીમાં આગળ વધવું હશે તો સમુદ્રશક્તિ સાથે જોડાયેલા લોકોની ચિંતા કરવી પડશે અને તેમની સમસ્યાને સમજીને કામ કરવું પડશે. હાથ પર હાથ રાખી કૉંગ્રેસની સરકાર બેસી રહેતી, કારણ કે તેમાં તેમને મલાઈ ખાવા મળતી ન હતી એટલે કંઈ કરતા નહોતા. અમે સાગરખેડુની સર્વાંગી વિકાસ યોજના બનાવી. તેની પાછળ 30 હજાર કરોડ ખર્ચ કરી કામ કર્યું.

દાંડીયાત્રાને લઈ કૉંગ્રેસ પર પ્રહાર કર્યા
નવસારીમાં વડાપ્રધાને કૉંગ્રેસ પર પ્રહાર કરતાં કહ્યું હતું કે દાંડીયાત્રા એ હિન્દુસ્તાનની આઝાદીનું સ્વર્ણિમ પૃષ્ઠ છે. નમક સત્યાગ્રહની ઘટનાની આખી દુનિયાને ખબર હોવી જોઈએ, પણ જ્યાં સુધી ગાંધી ફિલ્મ ન બની ત્યાં સુધી કૉંગ્રેસવાળાઓને આની ફુરસદ જ ન હતી. આજે સ્ટેચ્યૂ ઓફ યુનિટી જોવા માટે હજારો લોકો જઈ રહ્યા છે એમ દાંડી સ્મારક જોવા જઈ રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...