તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નવા કૃષિ કાયદાનો વિરોધ:આજે નવસારીમાં ભારત બંધને સફળ બનાવવા એડી ચોટીનું જોર

નવસારી4 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • ભારત બંધના એલાનને નવસારી જિલ્લા કોંગ્રેસ, મહારૂઢી ગ્રામ સભા અને ભીલીસ્તાન ટાઇગર સેનાનું સમર્થન
 • ભાજપ સાથે સંકળાયેલી એપીએમસી અને સહકારી મંડળીઓ ચાલુ રહેશે, જ્યારે અમલસાડ યાર્ડ બંધ રહેશે, પોલીસ સજ્જ

નવસારી જિલ્લામાં ભારત બંધને સમર્થન આપવા માટે નવસારી, વિજલપોર, ગણદેવી અને વાંસદાના કોંગીજનોએ વેપારીઓને ધંધા-રોજગાર બંધ રાખવા અપીલ કરી હતી. જેમાં ગણદેવીમાં ફૂલ આપી ગાંધીગીરી દ્વારા સમર્થન આપવા, જયારે ચીખલી વિસ્તારમાં મહારૂઢી ગ્રામસભા અને ભીલીસ્તાન ટાઇગર સેના દ્વારા વેપારીઓને સ્વૈચ્છિક બંધ રાખવા અપીલ કરાઈ હતી. જયારે વાંસદાના ધારાસભ્ય દ્વારા નેશનલ હાઈવે 56 પર ચક્કાજામની ચીમકી ઉચ્ચારી હતી.

નવા કૃષિ કાયદાનો વિરોધ કરવા સરકાર સામે પોતાની માંગ રાખવા ગયેલા ખેડૂતોને દિલ્હીની સીમામાં પ્રવેશ નહીં કરાવીને બોર્ડર પર ખેડૂતો બેઠા છે. સરકાર સાથે વાતચીત નિષ્ફળ ગઈ છે. જેથી 8મી ડિસેમ્બરે ખેડૂત સમાજ દ્વારા ભારત બંધનું એલાન અપાયું છે. આ બંધને નવસારી જિલ્લામાં કોંગ્રેસ, મહારૂઢી ગ્રામસભા અને ભીલીસ્તાન ટાયગર સેનાએ સમર્થન આપ્યું છે.

નવસારી જિલ્લામાં નવસારી શહેર, વિજલપોર-જલાલપોર વિસ્તારમાં કોંગ્રેસ અગ્રણીઓ નિરવ નાયક, પ્રવિણ દેસાઈ, ધર્મેશભાઈ, અનિલ વાસી, કવલરાજ શર્મા સહિતનાએ દુકાનોમાં જઈને વેપારીઓને ભારત બંધના સમર્થનમાં એક દિવસ દુકાન સ્વૈચ્છિક બંધ રાખવા અપીલ કરાઈ હતી. નવસારીના વિરાવળમાં આવેલી એપીએમસી માર્કેટ રાબેતા મુજબ ચાલુ રહેશે એમ એપીએમસીના ચેરમેન આશિષ નાયકે જણાવ્યું હતું.

ચીખલી પંથકમાં કોંગ્રેસ અને મહારૂઢી ગ્રામસભા અને ભીલીસ્તાન ટાયગર સેનાનાં હોદ્દેદારોએ દુકાન બંધ રાખવા દુકાનદારોને અપીલ કરી હતી. વાંસદા તાલુકા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના ચેરમેન ગણપતસિંહ વી.ચૌહાણ અને વાઇસ ચેરમેન ભગુભાઈ પટેલે ભારત બંધને કોઈ સમર્થન નથી અને વાંસદા માર્કેટ યાર્ડ તથા સબયાર્ડ રાબેતા મુજબ ચાલુ રહેશે એવું જણાવ્યું હતું. નવસારીમાં ખેડૂતોનાં સમર્થનમાં જિલ્લા કોંગ્રેસ,ભીલીસ્તાન ટાયગર સેના અને મહારૂઢી ગ્રામસભા દ્વારા તેમાં આદિવાસી ખેડૂતમિત્રોને ભારત બંધ રાખવા મુખી રમેશભાઈ પટેલ ખાંભલાએ જણાવ્યું હતું. જયારે ભીલીસ્તાન ટાયગર સેના દ્વારા પણ ખેડૂતોના સમર્થનમાં બંધને ટેકો આપ્યાનું પ્રમુખ પંકજ પટેલ દેગામે જણાવ્યું હતું.

બંધને સમર્થન આપવા ગુલાબના ફૂલ અપાયા
ગણદેવી તાલુકાના પ્રમુખ દિનેશભાઈ ગોહિલ અને ગણદેવી શહેર પ્રમુખ આરતી પટેલ અને તાલુકાના આગેવનાઓ સહિત કાર્યકરોની સાથે ગણદેવી શહેર , સરીબુજરંગ અમલસાડના દુકાનદારો તથા ગણદેવી તાલુકાની તમામ સહકારી મંડળીઓના પ્રમુખ તથા APMC અને ગણદેવી તાલુકાના પ્રમુખનો રૂબરૂ સંપર્ક કરી ગુલાબનું ફૂલ આપી બંધના એલાનને સહકાર આપવા વિનંતી કરી સમર્થન આપવા જણાવ્યું હતું.

દેવસર APMC રાબેતા મુજબ ચાલુ રહેશે
કેન્દ્ર સરકાર દ્વારા હાલમાં પસાર કરવામાં આવેલ કૃષિ કાયદાના વિરોધમાં દિલ્હીમાં હજારોની સંખ્યામાં ખેડૂતો પ્રદર્શન કરી રહ્યા છે. આ કૃષિ કાયદાનો વિરોધમાં ખેડૂતોએ 8મીને મંગળવારે ભારત બંધનું એલાન આપ્યું છે. આ બંધ બાબતે બીલીમોરા એપીએમસી માર્કેટ રાબેતા મુજબ ચાલુ હોવાનું એમપીએમસી દેવસરના સેક્રેટરી નીતિનભાઈએ જણાવ્યું હતું. ખેડૂતો દ્વારા આપવામાં આવેલ બંધને કોંગ્રેસ સમર્થન જાહેર કર્યું હોય જેને પગલે રાજ્ય સરકાર દ્વારા સમગ્ર રાજ્યમાં ધારા 144 લાગુ કરવામાં આવી છે અને જો કોઈ દ્વારા બળજબરીપૂર્વક બંધ કરવામાં આવશે તો તેમની સામે કાયદેસરની કડક કાર્યવાહી કરવાની સૂચના પણ આપવામાં આવી છે.

સહકારી મંડળીઓને બંધ રાખવા આપીલ
નવસારી જિલ્લામાં આવેલી સહકારી મંડળીને સ્વૈચ્છિક બંધ રાખવા અપીલ કરાઈ છે. બળજબરીથી નહીં પણ ખેડૂત સમાજને સમર્થન મળે તે માટે પોતાની ફરજ સમજી અપીલ કરી છે. સુરતમાં મિટીંગ હતી, તેમાં સુરતની મંડળીઓ પોતાના કામકાજથી અળગા રહેશે તેવું જાણવા મળ્યું છે. નવસારીમાં આવેલી મંડળીઓને કામકાજ બંધ રાખવા અપીલ કરી છે. > પિનાકીન પટેલ, પ્રમુખ, નવસારી ખેડૂત સમાજ

વાપી-શામળાજી હાઈવે પર ચક્કાજામ કરાશે
વાંસદાથી પસાર થતા વાપી-શામળાજી હાઈવે નં. 56 પર ભારત બંધને પગલે ચક્કાજામ કરવામાં આવશે અને કોંગ્રેસ દ્વારા ખેડૂતોનાં આંદોલનને અમારું સમર્થન છે. હાલમાં કોરોનાને પગલે ઘણી દુકાનો ઘણા સમય બાદ ખુલી છે જેને અમે જબરજસ્તીથી બંધ ન કરાવી શકીએ જેથી સ્વૈચ્છિક બંધ રાખવા જણાવ્યું છે. > અનંત પટેલ, ધારાસભ્ય, વાંસદા

સરકારના કૃષિ કાયદાનો ખુલ્લો વિરોધ છે
ખેડૂતોની કાયદો રદ કરવા માટેની લડાઈ છે તેને સમર્થન મળવું જોઈએ. સરકાર કાયદામાં બંધાવા માંગતી નથી. ખેડૂતો પર અત્યાચાર કરતી સરકાર છે. લોકશાહીમાં વિરોધ કરવાનો અધિકાર છે પણ જે વિરોધ કરે તેને દેશદ્રોહી ઠરાવતી ભાજપ સરકાર છે. લોકો જેલમાં જવા તૈયાર છે. રાષ્ટ્રીય કક્ષાએ બંધનું એલાન કર્યું છે તેનો અમારો ટેકો છે. સરકારના કાયદાનો ખુલ્લો વિરોધ છે. > સી.પી.નાયક, એડવોકેટ અને ખેડૂત અગ્રણી, નવસારી

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે કોઇ વિશેષ વસ્તુ પ્રાપ્ત કરવા માટે મહેનત કરશો. ઘરમાં કોઇ નવી વસ્તુની ખરીદદારી પણ શક્ય છે. કોઇ સંબંધીની પરેશાનીમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિવઃ- નકારાત્મક પ્રવૃત્તિના લોકો...

  વધુ વાંચો