તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
નવસારી જિલ્લામાં હાલ સુધીમાં નોંધાયેલ કોરોનાના કુલ કેસની સામે હાલ 0.19 ટકા જ એક્ટિવ કેસ રહી ગયા છે. માત્ર ત્રણ કેસ અેક્ટિવ છે અને છેલ્લા 12 દિવસમાં 11 દિવસ અેક પણ કેસ નાેંધાયાે નથી ત્યારે નવસારી કાેરાેના મુક્તિ તરફ આગળ વધી રહ્યું છે.
નવસારી જિલ્લામાં 21 એપ્રિલે કોરોનાનો પ્રથમ કેસ નોંધાયા બાદ કેસો નોંધાતા ગયા છે અને હાલ કુલ કેસોનો આંક 1562 થઈ ગયો છે. જોકે આ નોંધાયેલ કેસોમાં રિકવર થઈ ગયા છે, 102 કોરોનાના દર્દી રિકવર થઈ ગયા છે અને હાલ માત્ર ત્રણ જ કેસ એક્ટિવ છે,જે તમામ વાંસદા તાલુકામાં હોમ આઇસોલેશનમાં સારવાર હેઠળ છે.
ટકાવારીની દ્રષ્ટિએ જોઈએ તો જિલ્લામાં નોંધાયેલ કુલ કેસોની સામે હવે માત્ર 0.19 (પા ટકા પણ નહીં) ટકા જ કેસો એક્ટિવ રહ્યા છે. અહીં ઉલ્લેખનીય છે કે ગુરુવારે વધુ એક દિવસ પોઝિટિવ કેસ નોંધાયો ન હતો.બુધવારે લેવાયેલ 335 સેમ્પલોમાં એક પણ ટેસ્ટનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો ન હતો અને કુલ કેસોની સંખ્યા 1562 જ રહી હતી.ગુરુવારે વધુ દર્દી રિકવર થયો ન હતો અને રિકવર કેસોની સંખ્યા પણ 1457 જ રહી હતી. એક્ટિવ કેસ પણ ત્રણ જ રહ્યા છે.
પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.