નવસારી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ફટાકડા વેચાણ ને લઈને ગાઈડલાઇન્સ બહાર પાડી છે. ત્યારે કેટલાક વેપારીઓ નિયમો વિરુદ્ધ ફટાકડાનું વેચાણ કરી રહ્યા છે. જેને લઇને જે તે પોલીસ સ્ટેશન વિસ્તારમાં ફટાકડાઓનું ગેરકાયદેસર વેચાણ થતું હોય તેવા વેપારીઓને ઝડપી પાડી તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા માટે જિલ્લા પોલીસ વડા ઋષિકેશ ઉપાધ્યાય દ્વારા સૂચના આપવામાં આવી છે.
ગણદેવી વિસ્તારમાં પૂજા સુપર નોવેલટી નામની દુકાન ધરાવતા 25 વર્ષીય જાશારામ ચૌધરી પોતાની દુકાનમાં નોવેલ્ટી આઈટમના વેચાણની આડ માં ફટાકડાનો જોખમી વેચાણ કરી રહ્યા હતા સાથે જ ફાયર ને લગતી સુવિધાઓ પણ ઊભી કરવામાં આવી હતી.
જેને લઇને ગણદેવી પોલીસે ચેકિંગ હાથ ધરતા દુકાન માં ફટાકડા ઓ જોવા મળ્યા હતા જેને લઈને તાત્કાલિક આશરે બે હજારની કિંમતના ફટાકડાઓ નો જથ્થો કબજે લઇ વેપારી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.શ્રી રંગ કોર્નર નામની કરિયાણાની દુકાન ધરાવતા 40 વર્ષીય અનિલ હળપતિ પણ કરિયાણાની દુકાન આડમાં જોખમી રીતે ફટાકડા નું વેચાણ કરી રહ્યા હતા જેને લઇ ગણદેવી પોલીસે તપાસ કરતા ફાયરસેફ્ટી સહિતની કોઈપણ સુવિધાઓ નજરે ન ચઢતા તેમના વિરુદ્ધ પણ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે સાથે જ 1000 જેટલા કિંમતના ફટાકડાઓ કબજે લેવામાં આવ્યા છે.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.