હુકમ:નવાગામની હદમાં પોલીસ જીપને પથ્થર મારનારનો નિર્દોષ છૂટકારો

નવસારી10 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • ફરિયાદ કરનાર આરોપ સાબિત કરવામાં િનષ્ફળ રહેતા કોર્ટનો હુકમ

નવસારી જિલ્લામાં લોકડાઉન વખતે પોલીસને ફૂડ પેકેટ આપવા જતા નવાગામ પાસે પોલીસની જીપ ઉપર પથ્થર મારતા એક મહિલા કોન્સ્ટેબલ ને ઇજા થઇ હતી. આ કેસમાં ફરિયાદ કરનાર આરોપ સાબિત નહીં કરી શકતા કોર્ટે આરોપીને નિર્દોષ છોડી મુકવાનો હુકમ કર્યો હતો.મળતી માહિતી મુજબ 9 એપ્રિલ 2020ના રોજ વૈશ્વિક મહામારી કોરોના સંક્રમણને અટકાવવા સારૂ લોકડાઉનનો હુકમ અમલમાં હતો. જેના બંદોબસ્તમાં રોકાયેલા પોલીસ કર્મચારીઓને ફૂડપેકેટ પહોંચાડવા વિજલપોર પોલીસ સ્ટેશનના મહિલા પોલીસ કોન્સ્ટેબલ અને સ્ટાફ સરકારી વાહન લઈ ગયા હતા.

નવસારી તાલુકાના નવાગામ 17 ગાળા ફળિયા પાસે પહોંચતા કોઈ શખસે પોલીસના વાહન ઉપર પથ્થર ફેંકતા મહિલા પોલીસ કોન્સ્ટેબલને માથાના ભાગે પથ્થર વાગતા ઈજા થઈ હતી. આ કેસમાં પોલીસ ફરિયાદ થતા નવાગામના સુમનભાઈ ઠાકોરભાઈ હળપતિની શંકાના આધારે અટક કરી હતી. જેમાં એડવોકેટ પરેશ વાટવેચાની દલીલો ધ્યાને લઇ અને ફરિયાદી ફરિયાદ સાબિત કરવામાં નિષ્ફળ જતા કોર્ટે સુમન હળપતિને નિર્દોષ જાહેર કરતો ચૂકાદો આપ્યો હતો.

વિનામૂલ્યે કેસ લડી સૌના માટે સમાન ન્યાયનું સૂત્ર સાર્થક કરી બતાવ્યું
પોલીસ કેસના આરોપી સુમનભાઈ ઠાકોરભાઈ હળપતિ ગરીબ વર્ગના હોય તેની પાસે વકીલ રોકવાના નાણાં નહીં હોય વકીલ પરેશકુમાર વાટવેચાનો સંપર્ક કરતા સૈાના માટે સમાન ન્યાયના સુત્રના આધારે આરોપી તરફે વિનામૂલ્યે કેસ લડી નિર્દોષ છોડાવ્યો હતો. આ કેસમાં પોલીસે શંકાના આધારે અટક કરી હતી. પોલીસે પણ આરોપીને
જોયો ન હતો.

અન્ય સમાચારો પણ છે...