ગૌરવ:નવસારી કૃષિ યુનિવર્સિટી ની સિદ્ધિ; ગણદેવી ફળ સંશોધન કેન્દ્રને બેસ્ટ સેન્ટર એવોર્ડ

નવસારીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
નવસારી કૃષિ યુનિવર્સિટીને એનાયત કરવામાં આવેલ એવોર્ડ. - Divya Bhaskar
નવસારી કૃષિ યુનિવર્સિટીને એનાયત કરવામાં આવેલ એવોર્ડ.
  • આ કેટેગરીમાં સતત બીજા વર્ષે યુનિવર્સિટીને એવોર્ડ મળતા સમગ્ર ગુજરાત માટે ગૌરવની ક્ષણ

ભારતીય કૃષિ અનુસંધાન(ICAR)ના અખિલ ભારતીય સંકલિત સંશોધન યોજના (AICRP)ફળની 9મી વાર્ષિક ગ્રુપ ડિસ્કશન મિટિંગ કોરોનાને કારણે ઓનલાઇન 8થી 11મી માર્ચ દરમિયાન યોજાઇ હતી. જે ભારતની વિવિધ કૃષિ યુનિવર્સિટીના કુલ 50 કેન્દ્રની આખા વર્ષ દરમિયાનની થયેલ કામગીરીનું મૂલ્યાંકન કરવામાં આવે છે.

જેમાં ફળ સંશોધન કેન્દ્ર, ન.કૃ.યુ.ગણદેવીને અખિલ ભારતીય સંકલિત સંશોધન યોજનાના પ્રોજેક્ટ કો.ઓર્ડિનેટર ડો.પ્રકાશ પાટીલ દ્વારા ભારતીય કૃષિ અનુસંધાનના ડીડીજી હોર્ટીકલ્ચર ડો.આનંદ કુમાર સિંહના અધ્યક્ષ સ્થાને વર્ષ-2021 માટે”બેસ્ટ સેન્ટર એવોર્ડ’ આપવામાં આવ્યો છે. નવસારી કૃષિ યુનિવર્સિટીના ગણદેવી તાલુકામાં આવેલા ફળ સંશોધન કેન્દ્ર, ન.કૃ.યુ.ગણદેવી કેન્દ્રના વડા ડો.અંકુર પી.પટેલ જણાવ્યું હતં કે વર્ષ-2020 માટે પણ ફળ સંશોધન કેન્દ્ર, ગણદેવીને \”બેસ્ટ સેન્ટર એવોર્ડ’ મળ્યો હતો.

આમ ફળ સંશોધન કેન્દ્રને આખા ભારતમાંથી સતત બે વર્ષથી બેસ્ટ સેન્ટર એવોર્ડ મળ્યાં છે જે સમગ્ર ગુજરાત માટે ગૌરવપૂર્ણ બાબત છે. વધુમાં ફળ સંશોધન કેન્દ્ર,ગણદેવીને આ વર્ષ 2021 માટે વધુ એક એવોર્ડ ”એવોર્ડ ઓફ એક્ષેલન્સ\” પણ મળ્યો છે . આ એવોર્ડ ફળ સંશોધન કેન્દ્ર,ગણદેવી દ્વારા કેળના રોપા ઉછેરવાની મેક્રોપ્રોપેગેશન ટેકનોલોજીનું ખેડૂતોમાં બહોળા પ્રમાણમાં પ્રચાર પ્રસાર કરવા બદલ આપવામાં આવ્યો છે.

ન.કૃ.યુ.ગણદેવીને બંને એવોર્ડ મળવા બદલ નવસારી કૃષિ યુનિવર્સિટીના કુલપતિ ડો. ઝેડ.પી.પટેલ, સંશોધન નિયામક ડો. અહલાવત, વિસ્તરણ શિક્ષણ નિયામક ડો. સી.કે.ટીંબડીયા અને કુલસચિવ એચ.વી.પંડ્યાએ ગણદેવી કેન્દ્રને ઉમદા કામગીરી બદલ અભિનંદન પાઠવ્યા છે તેમજ ભવિષ્યમાં પણ આવી જ સરસ પ્રવૃતિ કરવા પ્રોત્સાહિત કર્યા હતા. આ અવસરે સંશોધન કેન્દ્ર,ન.કૃ.યુ. ગણદેવીના ડો.પી.કે.મોદી, ડો.કે.ડી.બિશને, પ્રો.બંકિમ નાયક તેમજ તમામ અન્ય સ્ટાફનો કેન્દ્રના વડા ડો.અંકુર પટેલે ગણદેવી કેન્દ્રની સહિયારી કામગીરી બદલ આભાર વ્યક્ત કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...