અરજી ફગાવી:10હજારની લાંચ પ્રકરણમાં આરોપીના જામીન ફગાવાયા, ફરાર રાજેશ ઝાએ આગોતરા જામીન અરજી કરી હતી

નવસારી3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

વાપીના બલીઠા ખાતે આવેલ દમણગંગા યોજનાનાં એકાઉન્ટન્ટ દ્વારા કોન્ટ્રાકટર પાસે રૂ.10 હજાર ની લાંચ  લેવાના પ્રકરણ માં ફરાર એકાઉન્ટન્ટે છુટવા માટે જામીન અરજી મૂકી હતી.સરકારી વકીલે દલીલો કરતા  વલસાડ કોર્ટે જામીન અરજી ફગાવી દીધી હતી.

વાપીના બલીઠા ખાતે આવેલ દમણગંગા યોજના વિભાગ નં.1  કાર્યપાલક ઈજનેરની કચેરીમાં રાજેશ ઝા એકાઉન્ટન્ટ તરીકે ફરજ બજાવે છે. કોન્ટ્રાકટરનું કામ પૂરું થયું હોય તેમના પેમેન્ટના ચેક માટે રૂ.10 હજારની લાંચ માંગી હતી,જે લાંચ તેમના સીનીયર કલાર્ક રાકેશ બચ્છાવને આપવાનું જણાવ્યું હતું જેથી 20 માર્ચનાં રોજ વલસાડ અને ડાંગ એસીબીએ સયુંકત છટકું ગોઠવીને સીનીયર ક્લાર્ક રાકેશ બચ્છાવને રૂ.10 હજાર લાંચ લેતા ઝડપી લીધો હતો જયારે આ ઘટનામાં સંડોવાયેલા અને જને મુખ્ય આરોપી માનવામાં આવે છે એવા એકાઉન્ટન્ટ રાજેશ ઝા ફરાર થઈ ગયો હતો. ફરાર થયેલા રાજેશ ઝા એ વલસાડ કોર્ટમાં આ લાંચ પ્રકરણમાં પોતાના વકીલ મારફત આગોતરા જામીન અરજી દાખલ કરી હતી, પરંતુ વલસાડ કોર્ટે સરકારી વકીલ અનીલ ત્રિપાઠીની દલીલોને ધ્યાને લઈને  જામીન ફગાવી દીધા હતા.\

આ હતી લાંચ પ્રકરણની ઘટના
બલીઠા ખાતે આવેલ ઓફીસમાં રેકર્ડ રૂમ બનાવવા માટેનો કોન્ટ્રાકટ જેમને આપવામાં આવ્યો હતો,તેમના રૂ.4 લાખ લેવાના બાકી હોય તેનો ચેક મેળવવા માટે દમણગંગા યોજનાનાં કાર્યપાલક ઈજનેરનાં એકાઉન્ટન્ટ રાજેશ ઝા પાસે જતા તેમણે 10 હજારની લાંચ માંગી હતી.જે લાંચની રકમ આપવા માંગતા ન હોય વલસાડ અને ડાંગ એસીબી પોલીસ દ્વારા તા.20 માર્ચ 2020નાં રોજ છટકું ગોઠવવામાં આવ્યું હતું જેમાં રાજેશ ઝાએ ફરિયાદી પાસે લાંચની રકમ રૂ.10 હજાર સીનીયર ક્લાર્ક રાકેશ બચ્છાવને આપતા તેઓ રંગે હાથે ઝડપાયા હતા પણ રાજેશ ઝા ફરાર થયો હતો આ કેસની તપાસ નવસારી એસીબી પીઆઈ બીજે સરવૈયાએ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...