નવસારી જિલ્લાન તેમજ જિલ્લા બહારના નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડવા પોલીસ અધિક્ષક ઋષિકેશ ઉપાધ્યાયે એલસીબી પીઆઈ વી.એસ.પલાસને સૂચના આપી હતી. જેને લઈ એલસીબીએ 13 વર્ષથી ફરાર આરોપીને ભરૂચથી ઝડપી પાડ્યો હતો. નવસારી ટાઉન પોલીસમાં વર્ષ-2008માં પશુ ક્રૂરતા નિવારણ ધારા મુજબના ગુનામાં ફરાર આરોપી રમણભાઇ રામુભાઇ વસાવાની ઇ-ગુજકોપ અંતર્ગત CCTNS હેઠળ cus પોર્ટલ મારફતે આરોપીને સર્ચ કરતાં નેત્રંગ પોલીસ સ્ટેશનમાં કોઈ ગુનામાં પકડાયેલ હોવાની હકીકત જાણવા મળી હતી.
જેથી આરોપીની વિગત મેળવી એલસીબી પીએસઆઈ એમ.જી.પાટીલના માર્ગદર્શન અને સુચના મુજબ હે.કો. ભાવેશકુમાર જયમનલાલ તથા હે.કો. વિશાલકુમાર હરીભાઇ તથા પો.કો. નિમેષભાઇ કાંતીલાલ નોકરી પેરોલ ફર્લો સ્કવોર્ડ એટેચ નવસારી એલસીબી તપાસમાં ભરૂચ જઈ ફરાર આરોપી રમણભાઇ રામુભાઇ વસાવા (રહે.ઝોકલા ગામ,ટેકરા ફળિયું, તા.નેત્રંગ, જિ.ભરૂચના)ને પકડી પાડી વધુ કાર્યવાહી ટાઉન પોલીસ કરી રહી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.