ક્રાઇમ:ડુપ્લીકેટ માર્કશીટ પ્રકરણના આરોપી જેલમાં ધકેલાયા

નવસારીએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

નવસારીના તરોટાબજારમાં આવેલા પિન્કી એપાર્ટમેન્ટમાં વિનોદ અંબુભાઈ પટેલ ટ્વિન્કલ ગ્રાફિકસની દુકાન સાથે આઇટીઆઇનાં ડુપ્લીકેટ સર્ટીફિકેટ બનાવતા હતા. એસઓજીએ બાતમીને આધારે રેડ કરતા ઘણા ડુપ્લીકેટ સર્ટીફિકેટ અને બનાવટી રબર સ્ટેમ્પ મળી આવતા વિનોદ પટેલની અટક કરી હતી.

પોલીસે સર્ટીફિકેટ બનાવવામાં ઉપયોગમાં લીધેલ કમ્પ્યૂટર, લેપટોપ, બનાવટી સિક્કા મળી આવતા કુલ રૂ.1.18 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. પોલીસે તમામ પાંચેય આરોપીના કોવિડ ટેસ્ટ નેગેટીવ આવતા તેમની અટક કરી હતી. ત્યારબાદ પાંચેય આરોપીઓને કોર્ટમાં રજુ કરવામાં આવતા તમામના નવસારી કોર્ટે રિમાન્ડ મંજુર કર્યા હતા તે પૂર્ણ થતા કોર્ટમાં પુનઃ રજુ કરતા કોર્ટ દ્વારા તેમને સબજેલમાં મોકલવાનો આદેશ કરવામાં કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...