તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિરોધ:ચીખલી કસ્ટોડિયલ ડેથ મામલે આરોપી હજુ પોલીસની પકડથી દૂર, BTTS સંગઠન દ્વારા ફરિવાર ઉગ્ર આંદોલન સાથે રેલી યોજી ધરપકડની માંગ કરી

નવસારી15 દિવસ પહેલા
  • રાનકુવાથી ચીખલી સુધી રેલી યોજાઈ આ સમગ્ર મામલે આદિવાસી સમાજમાં રોષ

સમગ્ર ગુજરાત રાજ્યમાં ચકચારી બનેલા ચીખલી કસ્ટોડિયલ ડેથ પ્રકરણમાં આરોપી પોલીસ અધિકારીઓ હજુ પણ પોલીસ પકડથી દૂર છે અને તેઓ બિન્દાસપણે કોર્ટમાં આગોતરા જામીનને લઈને અરજી કરી રહ્યા છે, ત્યારે આ સમગ્ર મામલે આદિવાસી સમાજમાં રોષ વ્યાપી ગયો છે.

જેને લઈને આજે સોમવારે ફરીવાર ચીખલી વિસ્તારમાંથી બેનરો અને નારેબાજી સાથે રેલીનું આયોજન થયું હતું.પ્રાંત અધિકારીને આવેદન આપ્યુંસમગ્ર ગુજરાતમાં બહુચર્ચિત ચીખલી કસ્ટોડિયલ ડેથ પ્રકરણમાં આદિવાસી સમાજે દબાણ લાવી આરોપી પોલીસ કર્મીઓ ઉપર FIR દાખલ કરાવી હતી.

જોકે, આરોપીઓની હજુ સુધી ધરપકડ થઈ નથી. જે મામલે સમસ્ત BTTS સંગઠન દ્વારા ચીખલીના પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.પોલીસ આરોપીઓને બચાવી રહી હોવાનો કરાયો આક્ષેપઆદિવાસી સમાજ દ્વારા પોલીસ પર સીધો આક્ષેપ કરતા જણાવ્યું છે કે, આ સમગ્ર કેસમાં આરોપીઓને બચાવવાનું ષડયંત્ર ચાલી રહ્યું છે. જે માટે પોલીસ આ કેસમાં ઢીલી તપાસ કરી રહી છે. સાથે જ આરોપીઓ બિન્દાસ ફરતા હોવા છતા પોલીસ આરોપીઓને બચાવવા ધરપકડ કરતી નથી. અનેક વખત આપવામાં આવ્યાં છે આવેદન પત્ર

પોલીસ ડિપાર્ટમેન્ટ સામે ગંભીર આક્ષેપ સાથે આદિવાસી સમાજ દ્વારા ઉગ્ર રોષ ઠાલવીને ભૂતકાળમાં અનેક વખત જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપ્યું છે. ત્યારે આ મામલે આદિવાસી સમાજ દ્વારા હત્યાની FIR નોંધાયા બાદ હવે આરોપી પોલીસ અધિકારીઓની ધરપકડ થાય તે માટે પ્રયત્નશીલ બન્યા છે.

અન્ય સમાચારો પણ છે...