તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધરપકડ:દારૂના કેસનો ભાગેડુ આરોપી ઘેલખડી ત્રણ રસ્તાથી ઝબ્બે

નવસારી2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • નવસારી ગ્રામ્ય પોલીસમાં વોન્ટેડ હતો

નવસારી રૂરલ પોલીસ સ્ટેશનના ગણનાપાત્ર પ્રોહિબેશનના ગુનાના કામે નાસતા ફરતા આરોપીને એલ.સી.બી નવસારીએ ડીટેઇન કરી આગળની કાર્યવાહી કરી રહ્યા છે. નવસારી પોલીસ અધિક્ષક ઋષિકેશ ઉપાધ્યાય તથા નાયબ પોલીસ અધિક્ષક એસ.જી. રાણા નવસારી વિભાગ નવસારીનાઓએ અત્રેના નવસારી જીલ્લાના નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા માટે પોલીસ ઇન્સ્પેકટર વી.એસ.પલાસ એલસીબી નવસારીનાઓને જરૂરી સુચના આપી હતી.

એલસીબીનાં પોસઈ એમ.જી.પાટીલ પોસઇ પેરોલ ફર્લો સ્કોડ એટેચ એલસીબી નવસારી એલસીબીના પોલીસકર્મીઓ નવસારી ટાઉન પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા. તે દરમ્યાન એ.એસ.આઇ. સુનીલસિંહ દેવીસિંહ તથા પો.કો. અર્જુનભાઇ પ્રભાકરભાઇ નાઓને સંયુકત રીતે મળેલ બાતમી હકીકત આધારે નવસારી રૂરલ પો.સ્ટે.ના પ્રોહીબીશનનાં ગુનાના કામે નાસતો ફરતો જયેન્દ્રસિંહ ઉર્ફે ગોટીયો નરેન્દ્રસિંહ ગોહીલને ઘેલખડી ત્રણ રસ્તા પાસેથી પકડી પાડી નવસારી એલસીબી નવસારી ખાતે લઇ આવતા મજકુરે ગુનાની કબુલાત કરી નવસારી રૂરલ પો.સ્ટે. ખાતે ખાતરી કરતા મજકુર નાસતો ફરતો હોવાની હકીકત જણાય આવતા ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં કાર્યવાહી માટે સોંપાયો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો