નવસારીમાં વર્ષ 2020માં વસીમ બિલ્લાની થયેલી હત્યા મામલે તેના નાના ભાઈની પત્ની દ્વારા ગંભીર આક્ષેપ કરવામાં આવ્યો છે. બિલ્લાના પરિવારને સમાધાન પેટે આરોપી બદ્રી લેસવાળાએ 15 કરોડ રૂપિયા આપ્યા હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ કરતા બિલ્લા કેસ ફરી ચર્ચાની એરણે ચડ્યો છે.
નવસારીના ચારપુલ ખાતે રહેતી રૂકસારના લગ્ન સુરતના ઝાંપા બજાર ખાતે રહેતા ફિરોઝ ગુલામ મોહમ્મદ શેખ સાથે 2010માં થયા હતાં.ત્યારે લગ્નના થોડા જ દિવસોમાં બાળક ન થવાના કારણોસર પારિવારિક ઝઘડા અને મેણાં ટોણાં મારી પરિણીતાને હેરાન કરવાનું શરૂ કર્યું હતું. સાસરિયાઓ ત્રાસ આપવાનું શરૂ કર્યા બાદ તેણીને બાળક સાથે નવસારી તેણીના પિયર મોકલી આપી હતી.જેથી આ મામલે મહિલાએ 498અ અંતર્ગત નવસારી મહિલા પોલીસ સ્ટેશનમાં સાસરિયાઓ વિરૂદ્ધ ફરિયાદ આપી છે. આ કેસમાં વિવાદિત બંધ થયેલો વસીમ બિલ્લાં કેસના વિવાદનો જન્મ થયો છે જેમાં પરિણીતાએ સુરતના આરોપી બદરી લેસવાળાએ મૃતક બિલ્લાના પરિવારને સમાધાનના 15 કરોડ રૂપિયા આપ્યા હોવાનો ઉલ્લેખ FIR માં કરતા નવા વિવાદએ જન્મ લીધો છે.
શું હતી સમગ્ર ઘટના?
23 જાન્યુઆરી 2020ના રોજ નવસારી શહેરની લગોલગ આવેલ છાપરાગામની મણીનગર સોસાયટી પાસે આવેલ બોસ જીમમાં વસીમ બીલ્લા નામનો ઈસમ પોતાની રોજિંદી કસરત કરીને કારમાં બેસીને ઘરે જવા નિકળતાની સાથે બાઇક સવાર 4 ઈસમોએ રકઝક બાદ વસીમ બીલ્લાને ગોળી મારી પ્લાયન થઈ ગયા હતા. વસીમ બીલ્લા સુરતનો ભાઈ લોગ જમાતમાં મોટું નામ ધરાવતો હતો.મુંબઈની ફિલ્મી હસ્તીઓ સાથે પણ સારો સંબંધ ધરાવતો હતો ગુનાની દુનિયામાં સંડોવણીના કારણે અમુક લોકો સાથે અંગત અદાવત હોવાથી આધારભૂત સૂત્રો પ્રમાણે રૂપિયાની લેતી દેતી માં હત્યા થઈ હોય એવું અનુમાન પણ લગાવવામાં આવ્યું હતું.
આ સમગ્ર કેસમાં સુરત ના બદરી લેસવાળા નું નામ આરોપમાં ઉછળ્યું હતું અને તેને આ કેસમાં શરૂઆતમાં આરોપી બનાવમાં આવ્યો હતો.પણ બદ્રીના કર્મચારીએ પોતાના શેઠને વસીમ બિલ્લો હેરાન કરતો હોવાનું કહીને તેણે જ મર્ડર કર્યું હોવાની વાત બહાર આવી હતી અને મામલો ઠંડો થયો હતો.પણ વસીમ નાનાભાઇની પત્નીએ તેના પરિવાર પર સમાધાનના પેટે 15 કરોડ રૂપિયાની વાત FIRમાં દાખલ કરતા બદરી લેસવાળા એ કેમ 15 કરોડ રૂપિયા આપીને સમાધાન કરવું પડ્યું તેને લઈને સુરત અને નવસારીમાં શહેરમાં ચર્ચાનો દોર શરૂ થયો છે.
મર્ડરમાં આરોપી પકડાઇ જતાં આ કેસ બંધ થયો હતો પરંતુ પરિણીતાએ 15 કરોડનો ઘટસ્ફોટ કરતા ફરિવાર વસીમ બિલ્લા ની ફાઈલ ખુલે અને તેમાં તપાસ કરનાર અધિકારીઓ આરોપીઓ સામે પણ શંકાની સોય ટાંકવામાં આવી રહી છે. આ સમગ્ર મામલે વધુ વિગત આપવા માટે પરિણીતા આવતીકાલે નવસારી સરકીટ હાઉસ ખાતે પત્રકાર પરિષદને સંબોધશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.