ધરપકડ:નવસારી અને સુરતમાં દારૂના ગુનાનો ત્રણ વર્ષથી ફરાર આરોપી ઝડપાયો

નવસારી12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • નવસારી LCB ટીમે આરોપીને ઘરેથી પકડ્યો

નવસારી િજલ્લાના ચીખલી, વલસાડ અને સુરત શહેરના પ્રોહીબિશનના ગુનાઓમાં છેલ્લા 3 વર્ષથી નાસતા-ફરતા આરોપીની એલસીબી પેરોલ ફર્લો સ્કોડ દ્વારા તેના ઘરથી ઝડપવામાં સફળતા મળી હતી. નવસારી જિલ્લામાં તેમજ જિલ્લાની બહાર ફરાર આરોપીઓની અટક કરવા માટે એસપી એસ.સી.રાણાએ એલસીબીના પી.આઈ. વી.એસ.પલાસને જરૂરી સૂચના આપી હતી. તે અંતર્ગત પો.સ.ઈ. અેમ.જી.પાટીલને માિહતી મળી હતી કે ચીખલી, વલસાડ અને સુરતમાં 4 થી વધુ પ્રોહિબીશનના ગુનામાં ફરાર આરોપી આરીફ અલ્લારખુ મુલતાની રહે, થાલા ગામ જી.ઈ.બી.ની સામે ચીખલી જિ.નવસારી તેના ઘરે આવનાર છે.

આ બાતમીના આધારે હે.કો.વિશાલ હરીભાઈ અને પો.કો.નિમેષ કાંતિલાલ બાતમીના આધારે આરોપીના ઘરે વોચ રાખતા આરોપી ઘરે આવતા તેની અટક કરી ચીખલી પોલીસ મથકને સોંપવામાં આવ્યા હતા. આરોપી આરીફ મુલતાની ચીખલી ખાતે વલસાડ ગ્રામ્ય પોલીસમાં સચીન પોલીસ મથકે અને વલસાડના ડુંગરી પોલીસ મથકે મળી ચાર જેટલા ગુનાઓમાં નાસતો ફરતો હોવાનું પોલીસે જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...