• Gujarati News
  • Local
  • Gujarat
  • Navsari
  • Accidentally The Insurance Claim Money Was Credited To Another Account Holder's Account, The Account Holder Applied To The Police For Refund.

ઈમાનદારીનું અનોખું ઉદાહરણ:ભૂલથી ઇન્શ્યોરન્સ ક્લેઈમના પૈસા અન્ય ખાતેદારના ખાતામાં જમા થયા, ખાતેદારે પૈસા પરત કરવા પોલીસ અરજી કરી

નવસારી4 દિવસ પહેલા
  • કૉપી લિંક
તસવીર પ્રતિકાત્મક છે - Divya Bhaskar
તસવીર પ્રતિકાત્મક છે
  • વિજલપોરના ખાતેદારના ખાતામાં બજાજ જનરલ ઇન્શ્યોરન્સના નામે રૂા. 18 હજાર 495 જમા થયા
  • ઇન્શ્યોરન્સ પોલિસી ન હોવા છતાં આ પૈસા કેવી રીતે જમા થયા તેને લઈને તેમણે તપાસ કરાવી
  • વીમા કંપનીએ પૈસા પરત લેવા માટે કોઈ જ રસ ન દાખવ્યો
  • સાચા વીમાધારકને પૈસાની જરૂર હશે તેમ વિચારી ખાતેદારે આખરે પોલીસ અરજી કરી

નવસારીના એક શખ્સના બેંક ઓફ બરોડાના ખાતામાં રૂા. 18 હજાર 495 જમા થતા હતા. આથી ખાતેદારે બેંકમાં પૈસા ન ભર્યા હોવા છતાં પૈસા જમા થયા હોવાથી બેંકમાં તપાસ કરી હતી. તપાસ કરતાં બજાજ જનરલ ઇન્શ્યોરન્સ દ્વારા પૈસા જમા છે તેવું ખાતેદારને જાણવા મળ્યું હતું. ખાતેદારે તેમની પાસે કોઈ બજાજ જનરલ ઇન્શ્યોરન્સ પોલીસ ન હોવાથી વીમા કંપનીની મુખ્ય કચેરીએ જાણ કરી હતી. છતાં પણ કંપનીએ પૈસા પરત લેવા માટે કોઈ જ રસ ન દાખવતા તેમણે પોલીસને અરજી કરી હતી. આમ પોતાની ઈમાનદારી દાખવીને ખાતેદારે કળયુગના સમયમાં પણ માનવતા જીવંત છે તેનું ઉદાહરણ પૂરું પાડ્યું હતું.

સમગ્ર મામલે આ ખાતેદારે સાચા વીમાધારકને કોઈ મુશ્કેલી ન પડે તે માટે પોલીસને અરજી આપી પૈસા જેમણે ખરેખર ક્લેઈમ કર્યો છે તેમના ખાતામાં જમા થાય તેવી માંગણી કરી હતી. વિજલપોર ખાતે રહેતા સતીષભાઈ સોનવણેનું બેંક ઓફ બરોડામાં તેમના પત્ની સાથે સંયુક્ત ખાતું ચાલે છે. જેમાં ત્રીજી નવેમ્બરના રોજ બજાજ જનરલ ઇન્શ્યોરન્સના નામે રૂા. 18 હજાર 495 જમા થયા હતા. આ બાબતે સત્વરે બેંકમાં તપાસ કરાતાં વીમા કંપની દ્વારા આ નાણાં જમા કરાવ્યાનું જાણવા મળ્યું હતું. ત્યારે તેમની પાસે ઇન્શ્યોરન્સ પોલિસી ન હોવા છતાં આ પૈસા કેવી રીતે જમા થયા તેને લઈને તેમણે તપાસ કરાવી હતી. છતાં વીમા કંપનીને પૈસા પાછા લેવામાં કોઈ રસ ન હોવાથી મળતાં આખરે આ સમગ્ર મામલે સાચા વીમાધારકને પૈસાની જરૂર હોય તેવું વિચારી સતીષભાઈએ પૈસા પાછા આપવા માટે પોલીસમાં અરજી કરી હતી. આ સમયમાં પૈસા મેળવવા માટે પોલીસમાં અરજી થયાનું સાંભળ્યું છે, પણ પોલીસમાં પૈસા પાછા આપવા માટે અરજી કરવી પડે તેવો આ અજબ કિસ્સો સામે આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...