તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સેન્ટીંગ વેળા ઘટના:નિરાલી કેન્સર હોસ્પિ.માં સ્લેબ ખોલતા અકસ્માત, મજૂરનું મોત

નવસારી14 દિવસ પહેલા
 • કૉપી લિંક

નવસારીમાં હાઈવે નં. 8 પર બની રહેલ નિરાલી કેન્સર હોસ્પિટલમાં બાંધકામ કરતી વેળાએ બિહારી મજૂરનુ સેન્ટીંગનું કામ કરતી વેળાએ લોખંડની ચેનલ યુવાનના માથા ઉપર પડતાં તેનું સારવાર દરમિયાન મોત થયું હતું. નવસારીમાં નિરાલી કેન્સર હોસ્પિટલમાં હાલ સેન્ટીંગનું કામ કરતા શફીફુલ રહેમાન શેખે નવસારી ગ્રામ્ય પોલીસ મથકે જણાવ્યું કે તેમના મિત્ર એમડી મરોજ રહેમાન શેખ પણ તેમની સાથે નવસારીમાં સેન્ટીંગના કામ અર્થે આવ્યા હતા.

જેમાં 9મી ફેબ્રુઆરીએ મોડી સાંજે એમડી મરોજ શેખ બીજા માળે સ્લેબ ખોલતો હતો ત્યારે અચાનક માથાના ભાગે લોખંડની ચેનલ પડી હતી. જેને પગલે યુવાનના માથા અને કપાળે ગંભીર ઇજા પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલમાં દાખલ કરાતા એક દિવસની સારવાર બાદ તેનું મૃત્યુ નીપજ્યું હતું. આ ઘટનામાં હોસ્પિટલમાં બાંધકામ કરતી વેળાએ મજૂરોની સુરક્ષા માટે કોઈપણ કાર્યવાહી ન કરતા એક યુવાનનું મોત થયું હતું.

કેન્સર હોસ્પિટલમાં હજુ એમ્બ્યુલન્સની સુવિધા નહીં
નિરાલી હોસ્પિટલમાં એમ્બ્યુલન્સની વ્યવસ્થા ન હોવાથી ઘાયલ મિત્રને બચાવવા સહકર્મી મોહમદભાઈ હાઇવે પર ફરીને રિક્ષા લઇ આવ્યા હતા અને બીજી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કર્યો પણ એક દિવસની સારવાર બાદ 20 વર્ષીય પરપ્રાંતીય યુવાનનું મોત થતા બધા જ કામદારો ભેગા થયા હતા અને યુવાનની લાશને તેના વતન મોકલવાની તજવીજ હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો