અકસ્માત:નવસારીના નવાગામ પાસે અકસ્માત થતા.બે યુવતીઓ ઘાયલ, સુરતથી ગણદેવી તરફ જઈ રહી હતી

નવસારીએક મહિનો પહેલા
  • કૉપી લિંક

નવસારી તાલુકામાં આવેલા નવાગામ ગામ પાસે એક્ટિવા પર બે યુવતીઓ સુરતથી ગણદેવી તરફ જઈ રહી હતી ત્યારે એક્ટિવા સ્લીપ થયું હતું. જેમાં તેઓ નીચે પટકાતા બન્ને યુવતીઓને ઇજા થવા પામી છે.જેમાં એક યુવતીની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે.

બન્ને ઇજાગ્રસ્ત યુવતીઓને 108 થકી સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. મોડી સાંજે બનેલા આ બનાવની સ્થાનિકોને જાણ થતાં તાત્કાલિક 108 ઇમરજન્સી વાહનને બોલાવીને સારવાર મળે તે માટેના પ્રયત્નો કર્યા હતા.

અન્ય સમાચારો પણ છે...