અકસ્માત:સિવિલ હોસ્પિટલ પાસે અકસ્માત,કાર ચાલકે પોતાનું વાહન ગફલતભરી રીતે હાંકતા ચારથી વધુ ચાલકોને અડફેટે લીધા

નવસારી3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ઈજાગ્રસ્તોને ખાનગી હોસ્પિટલ અને સિવિલમાં ખસેડ્યા
  • ટાઉન પોલીસે ફરિયાદ દાખલ કરવાની તજવીજ હાથ ધરી

નવસારી સિવિલ હોસ્પિટલ પાસે એક કારચાલકે ગફલત ભરી રીતે કાર હાંકતા ચારથી વધુ બાઈક ચાલકોને અડફેટે લેતા લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે.સિવિલ હોસ્પિટલની સામે એક બાઈક ચાલકને અડફેટે લેતા બાઈક ચાલક ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો. તો સાથે જ અન્ય રાહદારીઓને પણ અડફેટે લીધા છે જેમને ખાનગી અને સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. કાર ચાલક ત્યાંથી ભાગવાના પ્રયાસ કરતા લોકોએ પકડી અને ટાઉન પોલીસમાં લઈ જવામાં આવ્યો છે જેમાં પોલીસે અકસ્માત મુદ્દે ફરિયાદ દાખલ કરવાની તજવીજ હાથધરી છે.

નવસારી શહેરમાં સાંકડી સડકો પર સ્પીડમાં વાહન હતા વાહન ચાલકોને કારણે અકસ્માતો ની સંખ્યા વધી છે તેને લઈને હાલમાં થયેલા અકસ્માતથી ચારથી વધુ લોકો ઘાયલ થયાના સમાચાર મળ્યા છે

અન્ય સમાચારો પણ છે...