અકસ્માત:બોરીયાચ ટોલનાકા પાસે બે ટ્રક વચ્ચે અકસ્માત, ચાલકનું ઘટના સ્થળે મોત

નવસારી2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

અમદાવાદથી મુંબઈ જતા રોડ પર રાત્રિના સમયે વાપીનાં ચાલકે પોતાની ટ્રક અન્ય ટ્રકમાં અથડાવી દેતા ગંભીર ઈજાને પગલે તેનું ઘટનાસ્થળે જ મૃત્યુ નીપજ્યું હતું. દાનીશ તોકીરખાન (રહે. ભીલાડ, વલસાડ, મૂળ યુપી)એ નવસારી ગ્રામ્ય પોલીસ મથકે ફરિયાદ નોંધાવી કે તેમનાં પરિવારનાં મોહમદ નિઝામુદ્દીન ખાન (ઉ.વ. 55) વાપીમાં ડ્રાઈવિંગનું કામ કરે છે.

28મી નવેમ્બરે રાત્રિના સમયે બોરીયાચ ટોલનાકા પાસેથી પસાર થતા હતા, ત્યારે પોતાની ટ્રક પૂરઝડપે હંકારી લાવીને બોરીયાચ ટોલનાકા પહેલા અમદાવાદથી સુરત જતા ટ્રેક પર ચાલતી અન્ય ટ્રકના પાછળનાં ભાગે અથડાવી દીધી હતી. જેમાં મોહમદ નિઝામુદ્દીન ખાનનું ગંભીર ઈજાને પગલે સ્થળે જ મૃત્યુ થયું હતું. આ બનાવની પીએસઆઈ પી.વી.પાટીલ તપાસ કરી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...